ચૂંટણી/ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતદાન પ્રક્રીયા શરૂ,પૂર્વ પ્રમુખ પ્રવીણ પટેલે કર્યું મતદાન

ગાંઘીનગર મનપા ચૂંટણીનું મતદાન 3 ઓક્ટોબરના સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. દરમિયાન કોરોનાના કારણે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે

Top Stories
ghandhinagar ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતદાન પ્રક્રીયા શરૂ,પૂર્વ પ્રમુખ પ્રવીણ પટેલે કર્યું મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે,પહેલીવાર ગાંધીનગર ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી લડી રહી છે. જેના લીધે મુકાબલો વધારે રસાકસીવાળો બન્યો છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળતો હતો પરતું હવે આપની એન્ટ્રી થતાં સમીકરણો બદલાયા છે. આજે ગાંધીનગર ચૂંટણી પર મતદાન છે અને સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે મતદાન હાલ શરૂ થઇ ગયો છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરમાં આજે મતદાન સવારે 7 થી સાંજે 6 કાલાક સુધી ચાલશે, હાલ મતદાન શરૂ થઇ ગયું છે. ગાંધીનગરના પૂર્વ પ્રમુખ પ્રવીણ પટેલે મતદાન કરી દીધુ છે.ગાંધીનગરના 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. હાલ મતદાન શાંતિ પૂર્વક ચાલી રહ્યું છે.

ગાંધીનગરમાં કુલ મતદાર 2,82,054 મતદારો કરશે મતદાન જેમાં 1,45,224 પુરૂષ મતદાર છે જ્યારે 1,36,830 મહિલા મતદારો દ્વારા મતદાન કરશે, ગાંધીનગરમાં આ વખતે રસાકસીનો જંગ જોવા મળે તેવી પુરી શક્યતા છે.

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદ કરી આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગાંઘીનગર મનપા ચૂંટણીનું મતદાન 3 ઓક્ટોબરના સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. દરમિયાન કોરોનાના કારણે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.  5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા ચૂંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે.