Politics/ તમામ મુસલમાનો ભગવાન વિશ્વકર્માનાં છે વંશજઃ ભાજપ સાંસદ

આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે વધતા ઉત્સાહ વચ્ચે ધર્મો અને સમુદાયો વિશે નિવેદનો આપવા પણ તીવ્ર બની ગયા છે.

Top Stories Trending
વિશ્વકર્માનાં

આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે વધતા ઉત્સાહ વચ્ચે ધર્મો અને સમુદાયો વિશે નિવેદનો આપવા પણ તીવ્ર બની ગયા છે. ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ રામચંદ્ર જાંગરાએ હવે મુસ્લિમ શિલ્પકારોને લઇને આવું જ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, દેશમાં માત્ર હિન્દુ જ નહીં પણ મુસ્લિમ શિલ્પકારો પણ ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે. ભૂતકાળમાં તેઓ હિન્દુ પણ હતા, પરંતુ સમાજમાં આદરનાં અભાવે તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો.

આ પણ વાંચો – મંજૂરી અપાઇ નથી / ઉત્તરપ્રદેશમાં મોહરમ પર જુલુસની મંજૂરી આપવામાં આવશે નહીં, પોલીસે માર્ગદર્શિકા જારી કરી

ભાજપનાં રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ રવિવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક શિલ્પકાર ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે. બાબર શિલ્પકારો સાથે ભારત આવ્યો ન હતો. ઇરાક, ઈરાન અને અમીરાતમાં માત્ર રેતીનાં ટેકરાઓ છે, તેથી આ હસ્તકલા ત્યાં અસ્તિત્વમાં આવી નથી. તેથી, બધા મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે. જણાવી દઇએ કે, મુઝફ્ફરનગરનાં રામપુરીમાં વિશ્વકર્મા મંદિરમાં યોજાયેલા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપનાં રાજ્યસભાનાં સભ્ય રામચંદ્ર જાંગરા પહોંચ્યા હતા. આ દરમ્યાન મંચ પરથી પોતાના સંબોધન દરમ્યાન તેમણે કહ્યું કે, વિશ્વકર્મા સમાજે રાષ્ટ્રનાં નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમને શિલ્પકાર અને તકનીકી કુશળતા ભગવાન વિશ્વકર્મા પાસેથી મળી છે. જાંગરાએ કહ્યું કે, દરેક શિલ્પકાર ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે. બાબર શિલ્પકારો સાથે ભારત આવ્યો ન હતો. ઇરાક, ઈરાન અને સંયુક્ત અરબ અમીરાત પાસે માત્ર રેતીનાં ટેકરાઓ છે, તેથી આ હસ્તકલા ત્યાં અસ્તિત્વમાં આવી નથી. તેથી, તમામ મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માનાં વંશજ છે.

આ પણ વાંચો – કોરોના / જાપાન, થાઇલેન્ડ અને મલેશિયામાં કોરોના ડેલ્ટા વેરિએન્ટએ મચાવી તબાહી,  અમેરિકામાં એક લાખ નવા કેસ

રામચંદ્ર જાંગરાએ કહ્યું કે, વિશ્વકર્મા સમાજે એક થવું જોઈએ અને પોતાની રાજકીય શક્તિ વધારવી જોઈએ. ભારત શ્રમિકો અને શ્રમનાં સંદર્ભમાં આત્મનિર્ભર બનશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે શિલ્પકારો અને શ્રમ સર્વોપરી રાખ્યા છે. ભાજપે સમાજનાં વંચિત વર્ગો અને જાતિઓને આગળ વધારવા માટે પ્રતિજ્ઞા લીધી છે. વિશ્વકર્મા સમાજે રાજકીય શક્તિ એકત્ર કરવી જોઈએ, જેથી યુવાનો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે. ભાજપનાં સાંસદે દેશભરનાં વિશ્વકર્મા ભાઈઓને 17 સપ્ટેમ્બરે દિલ્હીનાં રામલીલા મેદાનમાં પ્રસ્તાવિત મહાસંમેલનમાં હાજરી આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ સમય દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનાં શિલ્પકારો સાથે સીધો સંવાદ કરશે.