રહસ્યમય/ બારડોલી સુગર ફેક્ટરીમાં સફાઈ દરમિયાન કિશોરનું મોત : કિશોર શ્રમિક નથી કહીને એમ.ડીએ કર્યો બચાવ

મરનાર સગીર મજૂર નહીં પરંતું બપોરના સમયે તેનાં સગાને ટિફિન આપવા માટે આવ્યો હતો, તેં પોતાના સગાને બચાવવા ટાંકીમાં ઉતર્યો હતો.

Top Stories Gujarat Surat
બારડોલી

બારડોલી સુગર ફેક્ટરીમાં ટાંકી સાફ સફાઇ કરતા સમયે ગુંગળામણથી ઇજાગ્રસ્ત થયેલ 5 શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.  જે પૈકી 2 શ્રમિકોને સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં  બન્ને શ્રમિકો પૈકી એક 16 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યુ હતુ  હાલ જે સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

બારડોલી સુગર ફેક્ટરીમાં એક ઘટના બની હતી.  સુગર ફેક્ટરીની પીલાણ સિઝન બાદ ફેક્ટરીમાં સાફ સફાઇનું કામ કરવામાં આવી રહ્યુ હતુ, સુગર મીલમાં આવેલ ભૂગર્ભ ટાંકીનાં કલર કામ સાથે સાફ સફાઇ કરવામાં આવી રહી હતી, ટાંકી સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ પર કામ કરતા 5 શ્રમિકો ટાંકીમા ઉતર્યા હતાં, 29 વર્ષીય સંજય દિનેશભાઇ રાઠોડ , 18 વર્ષીય સાવન રમેશભાઈ રાઠોડ, 26 વર્ષીય સંતોષ ડાહ્યાભાઈ રાઠોડ, 21 વર્ષીય કરણ કિશનભાઈ રાઠોડ તેમજ 16 વર્ષીય સગીર હેનીલ સંજયભાઇ રાઠોડ ટાંકી સાફ કરવા ઉતરતા ઓક્સિજનની કમીનાં કારણે તમામ બેભાન થઈ ઇજાગ્રસ્ત થયાં હતાં.  ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.  જે પૈકી 2 ને સુરતની ખાનગી હોસ્પિટલ ખસડાયા હતાં.  હાલ જાણવા મળ્યું છે કે સુરત ખાતે સારવાર લઇ રહેલ બન્ને પૈકી 16 વર્ષીય માસુમ કિશોર હેનીલ રાઠોડનુ મોત નીપજ્યું છે.

સુગરના એમ.ડી હેમપ્રકાશ સિંઘનો લુલો બચાવ

ઘટના બાબતે બારડોલી સુગરના એમ.ડી સાથે વાત ચીત કરતા તેમણે જણાવ્યું હતુ, કે સામાન્ય રીતે સુગર ફેક્ટરી બંધ થયા બાદ સાફ સફાઈની કામગીરી ચાલતી હોઇ છે. જેમાં સાંકડા મો વાળી પાણીની ટાંકીની સફાઇ માટે ઉતરેલા 3 શ્રમિકો ઓક્સિજનની કમીના કારણે બૂમા બુમ કરી હતી, તેં દરમિયાન બહાર ઊભેલા અન્ય બે તેઓને બચાવવા અંદર ઉતર્યા હતાં, તેઓ પણ ગેસ અથવા ઓક્સિજનનાં કારણે ગુંગળાતા તેઓએ કરેલી બૂમા બુમ આધારે બહાર કાઢવામાં આવ્યાં હતાં, અને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં, જે પૈકી બે ની હાલત નાજુક જણાતા તેઓને સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં, જયાં સારવાર દરમિયાન 1 નુ મૃત્યુ થયુ હતુ, મૃત્યુ પામનાર 16 વર્ષીય સગીર હોઇ , એમ.ડી એ ફેક્ટરીનો લુલો બચાવ કરતા જણાવ્યું હતુ કે મરનાર સગીર મજૂર નહીં પરંતું બપોરના સમયે તેનાં સગાને ટિફિન આપવા માટે આવ્યો હતો, તેં પોતાના સગાને બચાવવા ટાંકીમાં ઉતર્યો હતો, સુગર ફેક્ટરીની સિક્યુરિટીમાં કચાશ જણાતી હોઇ કે પછી સગીર પણ રોજગારી માટે આવ્યો હોઇ તેં બાબત હાલ રહસ્યમય જાણવા મળી રહી છે.

આ પણ વાંચો : શિવસેનાના MLA નીતિન દેશમુખનો મોટો આરોપ – મને સુરતની હોટલમાં કેદ કરવામાં આવ્યો