Politics/ મહારાષ્ટ્રમાં ફરી શિવસેના અને ભાજપની સરકાર બનશે ? ફડણવીસના નિવેદનથી રાજકારણ ગરમાયું

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્રએ કહ્યું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી, જોકે મતભેદો છે. પરિસ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે

Top Stories
sivsena મહારાષ્ટ્રમાં ફરી શિવસેના અને ભાજપની સરકાર બનશે ? ફડણવીસના નિવેદનથી રાજકારણ ગરમાયું

ભારતીય જનતા પાર્ટી  ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે તેમનો પક્ષ અને પૂર્વ સાથી શિવસેના દુશ્મન નથી, જોકે તેઓ કેટલાક મુદ્દા પર મતભેદ છે અને કહ્યું હતું કે રાજકારણમાં કોઇ પણ પાર્ટી હમેશા માટે દુશમન હોતી નથી. તેમને  પૂછવામાં આવ્યું કે શું ભૂતપૂર્વ સાથીઓ ફરી એક સાથે આવે તેવી સંભાવના છે, ત્યારે ફડણવીસે કહ્યું કે પરિસ્થિતિને આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ફડણવીસના જવાબથી રાજકીય વર્તુળોમાં અટકળો ફેલાઇ છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને પક્ષો ફરી એક વાર સાથે આવી શકે છે. કેટલાક સમયથી આવા  અનેક સંકેતો મળ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની તાજેતરની મુલાકાત અને ભાજપ અને શિવસેના ફરીથી એક સાથે થવાની સંભાવના વિશે પૂછતાં ફડણવીસે કહ્યું કે, રાજકારણમાં સ્થિતિ હમેશા બદલાતી રહેતી  હોય છે   સંજોગો અનુસાર નિર્ણય લેવામાં આવે છે.  તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ આવું કહ્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી, જોકે મતભેદો છે. પરિસ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું, અમારા મિત્ર શિવસેના એ અમારી સાથે 2019 ની વિધાનસભાની ચૂંટણી લડી સાથે મળી લડી હતી પરતું ચૂંટણી બાદ સમીકરણ બદલાયા હતા. તેમણે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી.

ફડણવીસે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ હાઇકોર્ટના આદેશથી મહારાષ્ટ્રમાં વિવિધ કેસોની તપાસ કરી રહી છે અને તેમના પર કોઈ રાજકીય દબાણ નથી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં મળેલી બેઠકની પૃષ્ઠભૂમિમાં ફડણવીસનું નિવેદન આવ્યું છે. ઠાકરે ગયા મહિને દિલ્હીની મુલાકાત દરમિયાન વડા પ્રધાનને અલગથી મળ્યા હતા.શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે ભાજપના નેતા આશિષ શેલાર સાથેની તેમની બેઠક અંગેની અટકળોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે, અમારી વચ્ચે રાજકીય અને વૈચારિક મતભેદો હોઈ શકે છે, પરંતુ જો અમે જાહેર કાર્યક્રમોમાં સામે મળે તો  તેમનેો ચોક્કસપણે અભિવાદન કરીએ છીએ. હું  શેલર સાથે કોફી પણ પીઉં છું.