Gujarat Election/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં 5 જાહેરસભા સંબોધશે

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો મતદારોનો મત જીતવા એડીચોડીનું જોર કરી રહ્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
6 2 14 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં 5 જાહેરસભા સંબોધશે

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો મતદારોનો મત જીતવા એડીચોડીનું જોર કરી રહ્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી ના પ્રથમ તબક્કા માટે ચૂંટણીપ્રચાર ચરમસીમાએ પહોચી રહ્યો છે. તમામ રાજકિય પક્ષના સ્ટાર પ્રચારકો મતદાતાઓને પોતાના પક્ષમાં લેવા માટે પ્રયત્નશીલ બન્યાં છે

ભાજપે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓની ફૌજ ગુજરાતમાં ઉતારી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 5 સભા યોજશે. જેમાં નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધશે. નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદીર સુધી અમિત શાહનો ઝંઝાવાતી રોડ શો યોજાશે. અને રાત્રે અમદાવાદના નરોડામાં જાહેરસભાને સંબોધશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની  ચૂંટણી બે તબક્કામાં  યોજાવવાની છે ત્યારે ભાજપે ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની ધરા પર ઉતારી દીધા છે. ચૂંટણીનો માહોલ જામ્યો છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાથી ત્રિપાંખિયો જંગ ખેલાશે.