દિલ્હી સ્કૂલ-બોમ્બ ધમકી/ દિલ્હી પબ્લિક સ્કૂલમાં મળી બોમ્બની ધમકીઃ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા દોડ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મથુરા રોડ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. જેના કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બની ધમકીને પગલે સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી છે.

Top Stories India
Delhi School Bomb Threat દિલ્હી પબ્લિક સ્કૂલમાં મળી બોમ્બની ધમકીઃ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા દોડ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મથુરા રોડ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે, Bomb Threat જેના કારણે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બની ધમકીને પગલે સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી છે. માહિતી મળતાં વાલીઓ તેમના બાળકોને શાળાએ પહોંચ્યા બાદ ઘરે લઈ જઈ રહ્યા છે.

દિલ્હી પબ્લિક સ્કૂલને ઈ-મેલ દ્વારા આ ધમકી મળી છે. બોમ્બની ધમકીને પગલે સ્કૂલ કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું છે. Bomb Threat આ અંગે દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. આ અંગે દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપી રાજેશ દેવે કહ્યું કે માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને સ્થાનિક પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. હાલમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. તપાસ ચાલુ છે.

અગાઉ ધમકી મળી છે
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી, પરંતુ આ પહેલા પણ દિલ્હીની સ્કૂલમાં આવી ઘટના બની ચૂકી છે. Bomb Threat આ પહેલા 12 એપ્રિલે દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં આવેલી ધ ઈન્ડિયન સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો કે સ્કૂલની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ પછી, વાલીઓને ઉતાવળમાં બોલાવવામાં આવ્યા હતા અને બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

માહિતી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્કૂલની અંદર પહોંચી ગઈ હતી Bomb Threat અને 2 કલાકથી વધુ સમય સુધી સ્કૂલ પરિસરની સંપૂર્ણ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી કોઈ બોમ્બ મળ્યો નહોતો. આ અંગે શાળાના એક શિક્ષકે જણાવ્યું હતું કે આ કૃત્ય પાછળ કેટલાક તોફાની બાળકોનો હાથ હોઈ શકે છે.

 

આ પણ વાંચોઃ તારીક ફતેહ/ પાકિસ્તાની-કેનેડિયન લેખક તારેક ફતાહનું 73 વર્ષની વયે અવસાન

આ પણ વાંચોઃ મોટી દુર્ઘટના ટળી!/ વિમાન સાથે પક્ષી અથડાયું, એન્જિનમાં આગ લાગી, જાણો ક્યાંનો છે મામલો?

આ પણ વાંચોઃ યુએસ સુપ્રીમકોર્ટ-ગર્ભપાત/ અમેરિકન સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ ગર્ભપાતની દવા મિફેપ્રિસ્ટોન પર નહીં લાગે પ્રતિબંધ