ચૂંટણી/ રાજ્યની 37 તાલુકા પંચાયત અને 8 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પર મતદાન પ્રક્રીયા શરૂ

37 તાલુકા પંચાયત અને 8 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પર મતદાન પ્રક્રીયા શરૂ થઇ ગઇ છે. આજે 300 મતદાન મથક પર થશે મતદાન.

Top Stories
jila punchayat રાજ્યની 37 તાલુકા પંચાયત અને 8 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પર મતદાન પ્રક્રીયા શરૂ

ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીનું  આજે મતદાન થઇ રહ્યો છે. રાજ્યમાં પેટા ચૂંટણી યોજાઇ રહી છે.37 તાલુકા પંચાયત અને 8 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પર મતદાન પ્રક્રીયા શરૂ થઇ ગઇ છે. આજે 300 મતદાન મથક  મતદાન થઇ રહ્યું છે.

રાજ્યના પેટા ચૂંટણીનું આજે મતદાન શરૂ થઇ ગયું છે. જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતની પેટા બેઠક પર મતદાન શાંતિપૂર્વક થઇ રહ્યો ચે. રવિવાર હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જે પેટા ચૂંટણીની મતદાન પ્રક્રીયામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે.81 સંવેદનશીલ મતદાન કેન્દ્ર છે ,ત્યાં બંધોબસ્ત ચાંપતી નજરે ગોઠવવામાં આવ્યો છે. 37 તાલુકા પંચાયતની 43 બેઠકો માટે મતદાન શરૂ થયો છે જેમાં કુલ મતદારો 2,35,996 મતદારો મતદાન કરી શકે છે જેમાં પુરૂષ મતદારો  1,20,746 છે જ્યારે સ્ત્રી મતદારો 1,15,250 છે.જે આજે મતદાન કરશે.

આજે 8 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 225 મતદાન મથક પર મતદાન થઇ રહ્યો છે્. 67 મતદાન કેન્દ્ર સંવેદનશીલ  મતદાન છે. જેમાં કુલ મતદારો  1,87,642 છે જે પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરશે અને જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 95,752 છે અને સ્ત્રી મતદારોની સંખ્યા 91,890 છે જે આજે મતદાન કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની તમામ પેટા ચૂંટણીઓનું મતદાન પ્રક્રીયા આજે છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા બાદ આ  ચૂંટણીઓ યોજાઇ રહી છે.