GPSC Exam/ GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાના થશે શરૂ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC EXAM) દ્વારા ક્લાસ 1 અને 2ની કુલ 388 જગ્યા ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 133 GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાના થશે શરૂ

GPSC વર્ગ 1 અને 2ની ભરતીઓ બહાર પાડવામાં આવી છે. કુલ 388 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં DYSPની 24 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તેમજ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ 2 ની 98 જગ્યા માટે જાહેરાત કરી છે.

સચિવાલયમાં સેક્શન અધિકારી માટે 25 જગ્યાની જ્યારે રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. વધુમાં શ્રમ અધિકારીની 28 જગ્યાઓ તેમજ લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

GPSC દ્વારા વર્ગ 1-2 ની વિવિધ જગ્યાઓ પર ઉમેદવારો 24 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે જ્યારે ઉમેદવારો 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેના માટેની GPSC ની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in પર જઈને ફોર્મ ભરી શકાશે.

ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે GPSCનe સત્તાવાર નોટિફિકેશનમાં જાહેરાત કરવામાં આવશે. તેમાંથી માહિતી મેળવી શકાશે.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!