મહાઠગનો બાપ/ મહાઠગ કિરણ પટેલને લવાયો અમદાવાદ, ટ્રાન્સફર વોરંટથી કરશે ધરપકડ

કાશ્મીરથી અમદાવાદ લવાયા બાદ કિરણ પટેલની સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે તથા અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે પૂછપરછ કરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 94 મહાઠગ કિરણ પટેલને લવાયો અમદાવાદ, ટ્રાન્સફર વોરંટથી કરશે ધરપકડ

મહાઠગ કિરણ પટેલ આજે જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવ્યો છે. ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે પુછપરછ કરાશે. કિરણ પટેલ સામે PMOના ખોટા અધિકારીની ઓળખ આપ્યાનો આરોપ છે. સાથે સાથે મકાન પચાવી પાડવા અને જમીનની ઠગાઈ સંબંધિત ગુના પણ નોંધાયા છે. આજે આ મહાઠગને ગ્રામકોર્ટમાં રજુ કરાયો છે.

કાશ્મીરથી અમદાવાદ લવાયા બાદ કિરણ પટેલની સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે તથા અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે પૂછપરછ કરવામાં આવશે. સોલા પોલીસ સ્ટેશનમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બંનેએ મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલ અને માલિની પટેલે વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખ પડાવ્યા હતા. જોકે, તેમાંથી તેઓએ વેપારીને 11.75 લાખ પરત આપ્યા હતા.

મહાઠગ કિરણ પટેલ સામે જુદા જુદા ત્રણ કેસ ચાલી રહ્યા છે. અમદાવાદના એક બિલ્ડર સાથે 80 લાખની જમીન વેચવાનો સોદો કર્યો હતો. જેમાં કિરણ પટેલે 25 લાખનું બાનાખત કરીને રૂપિયા લઈ લીધા બાદ દસ્તાવેજ કર્યો નહોતો. જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત કિરણ પટેલ દ્વારા જગદિશ ચાવડા નામના વ્યક્તિનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાના કેસમાં તેમજ અમદાવાદની હયાત હોટેલમાં જી-20ની પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખના ઠગાઇના કેસ સહિત આ અલગ અલગ ત્રણેય કેસ ચાલી રહ્યા છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પીએમઓના અધિકારી હોવાનુ કહીને અનેક લોકોને છેતર્યા હોવાની ઘટના સામે આવી હતી.

જે બાદ સતત મહાઠગના કારનામા એક પછી એક બહાર આવ્યા હતા. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા માલિનીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે અમદાવાદના એક વ્યક્તિનો આલિશાન મકાન પડાવવાનો કારસો રચ્યો હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ