special temple/ ‘અહો આશ્ચર્યમ્’ મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોને પ્રસાદમાં મળે છે ઘરેણાં, દાગીના થઈ જાય છે ડબલ

દેશમાં એક એવું મંદિર છે જ્યાં પ્રસાદમાં ઘરેણાં મળે છે અને જો તમે તે મંદિરમાં ઘરેણાં આપો તો તે ડબલ થઈ જાય છે. પોતાની સંપત્તિમાં વધારો કરવા લોકો આ મંદિરની લે છે ખાસ મુલાકાત.

Top Stories India
YouTube Thumbnail 71 1 ‘અહો આશ્ચર્યમ્’ મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોને પ્રસાદમાં મળે છે ઘરેણાં, દાગીના થઈ જાય છે ડબલ

દિવાળી પર્વનો આજે ધનતેરસનો દિવસ છે. આજે લોકો ધનની પુજા સાથે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની પૂજા કરે છે. દેશમાં એક એવું મંદિર છે જ્યાં પ્રસાદમાં ઘરેણાં મળે છે અને જો તમે તે મંદિરમાં ઘરેણાં આપો તો તે ડબલ થઈ જાય છે. આવો વૈભવ ધરાવતું પ્રાચીન મહાલક્ષ્મી મંદિર છે જે રતલામમાં આવ્યું છે. દિવાળી પર્વના દિવસોમાં આ મંદિરમાં લોકોનો સવારથી જ ધસારો જોવા મળે છે. કેમકે આ પ્રાચીન મંદિરને લઈને લોકોમાં માતા માન્યતા છે કે મંદિરમાં મૂકવામાં રોકડ અને દાગીના વર્ષના અંતે બમણાં થઈ જાય છે.

503698 ‘અહો આશ્ચર્યમ્’ મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોને પ્રસાદમાં મળે છે ઘરેણાં, દાગીના થઈ જાય છે ડબલ

રતલામમાં આવેલ પ્રાચીન મહાલક્ષ્મી મંદિર માણેક ચોકમાં છે. આ મંદિરમાં ભક્તો માતા મહાલક્ષ્મીના બે સ્વરૂપોના દર્શન કરે છે. આ મંદિરમાં માતા લક્ષ્મીની પાસે જમણી બાજુ ભગવાન ગણેશ અને ડાબી બાજુ સરસ્વતી બિરાજમાન છે. આ મંદિરને લઈને જૂની માન્યતા છે તે મુજબ દર્શન કરવા આવતા ભાવિક ભક્તોના ઘરેણા ડબલ થઈ જાય છે. આ મંદિરમાં સાક્ષાત મહાલક્ષ્મી બિરાજમાન હોવાની લોકોમાં માન્યતા છે.

દિવાળી પર્વ દરમ્યાન ભક્તો પોતાની સંપત્તિ ડબલ કરવા મહાલક્ષ્મી મંદિરની મુલાકાત લે છે. લોકો આ મંદિરમાં રોકડ અને ઘરેણાં મૂકે છે અને નિશ્ચિત દિવસે તેમને પરત કરવામાં આવે છે. મંદિરની મુલાકાત લેનાર દર્શનાર્થીઓની મુલાકાત વખતે એક રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવે છે. જેના બાદ તેમને એક ટોકન આપવામાં આવે છે. આ ટોકન તેઓ ભાઈદૂજ પછી પણ પરત લઈ શકે છે.

Capture 3 ‘અહો આશ્ચર્યમ્’ મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોને પ્રસાદમાં મળે છે ઘરેણાં, દાગીના થઈ જાય છે ડબલ

મંદિર વહીવટકર્તા દ્વારા ભક્તો દ્વારા મૂકવામાં આવેલ રોકડ અને દાગીના માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા સાથે 24 કલાક દેખરેખ રાખતા વિશેષ 5 સુરક્ષાકર્મી ખજાનાની સુરક્ષા માટે તૈનાત કરાયા છે. ખાસ કરીને નાનો-મોટો ધંધો કરતા લોકો આ મંદિરની મુલાકાત લેતા હોય છે. તેમનું માનવું છે કે માતા મહાલક્ષ્મીના આશીર્વાદથી જ તેમનો ધંધો સારો ચાલે છે. પોતાની સંપત્તિમાં વધારો કરવા ખાસ કરીને લોકો દિવાળીના ધનતેરસના દિવસે મંદિરની મુલાકાત લેવાનું પસંદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 ‘અહો આશ્ચર્યમ્’ મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોને પ્રસાદમાં મળે છે ઘરેણાં, દાગીના થઈ જાય છે ડબલ


આ પણ વાંચો : Dhanteras 2023/ ધનતેરસ પર ફક્ત આ એક કામ કરો , જીવનમાં ક્યારેય નહિ આવે મુશ્કેલીઓ 

આ પણ વાંચો : Diwali 2023/ દિવાળીમાં ફટાકડા ફોડતા અચાનક દાઝી જાઓ તો ગભરાતા નહીં, તરત જ કરી લો આ ઘરેલૂ ઉપાય

આ પણ વાંચો : Ceasefire In Gaza/ ગાઝામાં યુદ્ધવિરામને લઈને અમેરિકામાં વિરોધ, યુદ્ધના કવરેજમાં ઘણા પત્રકારો માર્યા ગયા