- નવસારી:તલવાર વાગી જતા યુવાન ઈજાગ્રસ્ત
- રતિફ જલસામાં યુવાનને વાગી તલવાર
- યુવાનના આંતરડા બહાર આવી ગયા
- ગણદેવીના સરીબુજરંગ ગામનો બનાવ
નવસારીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગણદેવીના સરીબુજરંગ ગામ એક ધર્મિક વિધિ દરમિયાન આકસ્મિક રીતે યુવકને તલવાર વાગી જતા ઈજાગ્રસ્ત થયો છે. આ અકસ્માત રતિફ જલસામાં સર્જાયો હતો. ઈજામાં યુવકના આંતરડા બહાર આવી ગયા હતા. શાબીર મેમણ ઇજાગ્રસ્ત થતાં દોડધામ મચી ગઈ હતી જે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાઓ વીડિયો પણ સામે આવ્યો છે.
ગણદેવી તાલુકાના સરીબુજરંગ સ્ટેશન પાસે રહેતા સાબીરભાઇ ઇમરાનભાઇ મેમણ ઉ.વ.21 તેમના પરિવારજનો સાથે અને તેમના સમાજના માણસ સાથે સરીબુજરંગ સ્ટેશન પાસે રાતેફ જલસર નામની મુસ્લીમ સમાજની ધાર્મિક વિધિ કરતા હતા.તે દરમિયાન આકસ્મિક રીતે તલવાર પેટના ભાગે વાગી ગઇ હતી.
જો કે, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો
આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ
આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…
આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ