સુરત/ SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

સુરત મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી શહેરની માતા-બહેનો અને 14 વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં બીઆરટીએસ અને સીટી બસમાં મુસાફરીની સેવા મળશે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 09T125536.352 SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

@અમિત રૂપાપર 

Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી શહેરની માતા-બહેનો અને 14 વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં બીઆરટીએસ અને સીટી બસમાં મુસાફરીની સેવા મળશે તેવી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા કરવામાં આવી હતી. રાજન પટેલની આ જાહેરાત ખોટી સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 9 નવેમ્બરના રોજ વહેલી સવારે બીઆરટીએસ સ્ટેશન પર ટિકિટ આપવાનું કામ કરતા કર્મચારીઓને સુપરવાઈઝર દ્વારા મેસેજથી સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિને જીરો રૂપિયા વાળી તહેવારની ટિકિટ આપવામાં ન આવે તમામ લોકોને રેગ્યુલર ટિકિટ જ આપવામાં આવે.

Untitled 6 13 SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તેને અધિકારીઓ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. તો કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા તરફથી લેખિતમાં કોઈપણ એવો આદેશ આપવામાં આવ્યો નથી કે, 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી મહિલા તેમજ 14 વર્ષ સુધીના બાળકોને બસમાં ફ્રીમાં મુસાફરી કરાવવી. કોઈ પણ પ્રકારનો આદેશ ન હોવાના કારણે તમામ લોકો પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવી રહ્યા છે.

Untitled 6 SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

આ વાત પરથી કહી શકાય કે એક તરફ સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો કંઈક જુદી વાત કરી રહ્યા છે અને અધિકારી લેવલ પરથી પણ કંઈક અલગ વાત થઈ રહી છે. હોદ્દેદારો એવું કહી રહ્યા છે કે તમામ મહિલાઓ અને 14 વર્ષ સુધીના બાળકોને બસ સેવા 18 નવેમ્બર સુધી ફ્રીમાં આપવામાં આવશે. તો બીજી તરફ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની ટિકિટ આપતા કર્મચારીને ન આપવામાં આવ્યો હોવાના કારણે મહિલાઓ અને બાળકોને ટિકિટ ખરીદીને મુસાફરી કરવી પડી રહી છે.


whatsapp ad White Font big size 2 4 SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો