- જામનગરમાં બે સગી બહેનોના અપહરણની ફરિયાદથી ખળભળાટ
- લાલપુરના મોડપર ગામની બે સગી બહેનો ગત 6 તારીખથી ગુમ
- એક 18 વર્ષની અને એક સગીર વયની યુવતી ગુમ, પરિવારજનો ચિંતામા
Jamnagar News: લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતા એક પરિવારની બે સગી બહેનોના અપહરણની ઘટન સામે આવતાં ભારે દોડધામ મચી છે. મેઘપર પોલીસ મથકમાં બંને બહેનોના અપહરણ અંગે ગુનો નોંધાયો છે, જેના આધારે પોલીસે બંને બહેનોની શોધખોળ આરંભી હતી.
મળતી માહિતી અનુસાર,લાલપુર તાલુકા ના મોડપર ગામમાં રહેતા અને ખેતી કામના વ્યવસાય સાથે જોડાયેલા એક પરિવારની અઢાર વર્ષની એક પુત્રી જ્યારે તેની સગીર વયની નાની બહેન કે જે બંને ગત ૬ તારીખના સાંજના સમયે પોતાના ઘેરથી એક એક લાપતા બની ગઈ છે, અને બંનેના અપહરણ થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
બાદ પરિવારજનો દ્વારા બન્ને બહેનોની શોધખોળ આરંભી હતી. પરંતુ કોઇ પતો ન મળતા આખરે પરિવારજનોએ મેઘપર પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
પ્રાથમિક તપાસમાં લાપતા થનારી બન્ને બહેનો પૈકીને મોટી બહેનનો મોબાઇલ ફોન પણ સ્વીચઓફ આવતો હતો. જેથી મોબાઈલ નંબરના આધારે ફોન ડીટેઇલ્સ મેળવી તપાસ આરંભી હતી.
આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો
આ પણ વાંચો:દેશની ધરતી પર શરૂ થવા જઈ રહી છે પ્રથમ વિદેશી યુનિવર્સિટી, જાણો ક્યાં ક્યાં છે કોર્સ
આ પણ વાંચો:અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે
આ પણ વાંચો:દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી