ના હોય!/ ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો

દિવાળીના પર્વમાં મીઠાઇ મોટા પ્રમાણમાં વેચાય છે આ વર્ષે બઝારોમાં અલગ અલગ જાતની મીઠાઈ જોવા મળી રહી છે 500 રૂપિયા કિલો થી 25000 સુધી ની બજારો મીઠાઈ વેચાણમાં છે

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 08T193447.364 ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો
  • અમદાવાદના બજારોમાં અલગ અલગ જાતની મીઠાઈ
  • દિવાળીના પર્વમાં મીઠાઇનું મોટા પ્રમાણમાં થઇ રહ્યું વેચાણ
  • જુદી જુદી પ્રકારની માવા તથા ડ્રાયફ્રૂટની જોવા મળી મીઠાઈ

Ahmedabad News: દિવાળીના પર્વમાં મીઠાઇ મોટા પ્રમાણમાં વેચાય છે આ વર્ષે બઝારોમાં અલગ અલગ જાતની મીઠાઈ જોવા મળી રહી છે 500 રૂપિયા કિલો થી 25000 સુધી ની બજારો મીઠાઈ વેચાણમાં છે પરંતું આ વર્ષે પહેલીવાર સોનાની મીઠાઈની બજારમાં બોલબાલા જોવા મળી રહી છે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ગ્વાલિયર સ્વીટ્સમાં સોનાની મીઠાઈ તૈયાર કરવામાં આવી છે જેનું નામ ‘સ્વર્ણ મુદ્રા’ રાખવામાં આવ્યું છે.જેનો ભાવ 21000 રૂપિયા રાખવામાં આવ્યો છે આ મીઠાઈ બીજી મીઠાઈ કરતા તદ્દન અલગ છે જેમાં બહારથી મંગાવેલા ડ્રાયફ્રૂટ્સ વાપરવામાં આવ્યા છે અને આ મીઠાઈ ની ઉપર સોનાનો વરખ અને સોનાનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે આ મીઠાઇ ઓર્ડર પ્રમાણે બનવામાં આવશે.

દિવાળી નજીક આવતા અમદાવાદમાં જુદી જુદી પ્રકાર ની માવા તથા ડ્રાયફ્રૂટ મીઠાઈ જોવા મળી રહી છે જો વાત કરીએ તો મીઠાઈઓમાં આ વર્ષે દર વખતની જેમ કાજુકતરી, બકલાવા રોજ બહાર  ડ્રાયફ્રુટ હની, કેસર કતરી, સોન પાપડી,મિલ્ક કેક કોપરાપાક,મેવા ટીકી,ડ્રાયફ્રુટ અંજીર બોલ,અંજીર રોલ બાલુશાહી ચંદ્રકલા અને મોહન થાળ તથા નાન ખટાઇ અને ડ્રાયફ્રૂટ્સ ની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે કાજુ કતરી નો ભાવ 980 રૂપિયા કિલો થી શરૂ થાય છે અને કાળજુની બીજી આઈટમ જેવી કે કાજુ રોલ કાજુ ચોકલેટ રોલ અને કાજુ માવા બરફી અને કાજુ ડ્રાયફ્રુટ મેવા ટીકી જેવી મીઠાઈ પણ 1000 રૂપિયા કિલો ની આસ પાસ વેચાઈ રહી છે.

આ સાથે જ દિવાળીના પર્વમાં લોકો સોના અને ચાંદીના વરખ વાળી મીઠાઈઓ ખાવાનું તેમજ બીજા લોકોને ગિફ્ટમાં આપવાનો સૌથી વધારે પસંદ કરતા હોય છે અને એમાં પણ આ વર્ષે જ્યારે આ વર્ષે 24 કેરેટ સોનાની મીઠાઈ બજારમાં મળી રહી છે ત્યારે લોકો આ પ્રકારની મીઠાઈ નો આનંદ લેશે.


whatsapp ad White Font big size 2 4 ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો