Business/ દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ભાવ સાંભળીને લેવા ભાગશો

આ રેટ અને તમારા શહેરના રેટમાં 500થી 1000 રૂપિયાનું અંતર હોઈ શકે છે

Trending Business
today gujarat gold silver rate 8 november દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ભાવ સાંભળીને લેવા ભાગશો

અમદાવાદઃ ધનતેરસ-દિવાળી પહેલા સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બુલિયન બજારમાં સોના-ચાંદીનાં ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. બુલિયન બજારમાં સોનું 100 રૂપિયા પ્રતિ તોલા સસ્તુ થયું છે જ્યારે ચાંદીના ભાવમાં પણ 700 રૂપિયાનો ઘટાડો થયો છે.

દિવાળી નજીક આવતા જ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે દિવાળી નજીક આવતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યાં છે. ભાવ ઘટાડો થતાં સોનુ-ચાંદી ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા સોના-ચાંદીના લેટેસ્ટ રેટ પ્રમાણે મંગળવારે સોમવારના બંધ ભાવની સરખામણી આજે સોનું 100 રૂપિયા પ્રતિ તોલા સસ્તુ થયું છે. 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત હાલ 59,900 રૂપિયા થઇ છે. ચાંદીના ભાવમાં પણ 700 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ રૂ. 75,500 પ્રતિ કિલો થયો છે.

જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના રેટમાં 500થી 1000 રૂપિયાનું અંતર હોઈ શકે છે.


Read More:ઈઝરાયલને સમર્થન આપવા પર ‘Coca Cola’ અને ‘Nestle’ની મુશ્કેલીઓ વધી!

Read More: કન્યા વગર જાન પરત ફરી, ‘વરરાજો કાળો છે લગ્ન નથી કરવા’

Read More: કોન્સ્ટેબલે 150 કોલ કર્યા, પત્નીએ જવાબ ન આપ્યો તો 230 કિમીની મુસાફરી કરી હત્યા કરી નાખી


Follow us on : Facebook | Twitter | WhatsApp | TelegramInstagramKoo YouTube

Download Mobile App :  Andiroid  |  IOS