ધમકી/ ‘મુકેશ ભાઈ, નીતા ભાભી, આ તો બસ ટ્રેલર છે …’, અંબાણીના નામ પર મળ્યો ધમકીભર્યો પત્ર

‘મુકેશ ભાઈ, નીતા ભાભી, આ તો બસ ટ્રેલર છે …’, અંબાણીના નામ પર મળ્યો ધમકીભર્યો પત્ર

India Trending
corona 46 'મુકેશ ભાઈ, નીતા ભાભી, આ તો બસ ટ્રેલર છે ...', અંબાણીના નામ પર મળ્યો ધમકીભર્યો પત્ર
સૌથી ધનિક એવા  મુકેશ અંબાણીના મુંબઈના ઘર એન્ટિલિયા બહાર ગઈકાલે એક સ્કોર્પિઓ કાર મળી આવી હતી.  જેમાંથી જીલેટીન સ્ટિક મળી આવી હતી. ત્યારબાદ અહીં તપાસ કરવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. ગઈકાલે મળી આવેલ કારને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ આ મામલે ખુબ જ  તપાસ કરી રહી છે અને આસપાસના દરેક સીસીટીવી કેમેરા પણ ખુબ જ જીણવટ પૂર્વક તપાસી રહી છે. આ દરમ્યાન ગાડી માંથી એક ચોકાવનારી ચિઠ્ઠી મળી આવી છે તેમાં થયેલા  મોટો ખુલાસાથી દરેક લોકો ખળભળાટ મચી ગયો છે.

શંકાસ્પદ સ્કોર્પિઓ કારમાંથી મળી આવેલ ચિટ્ઠીમાં ધમકીભરી વાત કરવામાં આવી છે કે” આ તો માત્ર ટ્રેલર હતું નીતા ભાભી મુકેશભાઈ,  નેક્સ્ટ ટાઈમ સામાન સાથે તમારી પાસે આવશે અને તૈયારીઓ પણ કરી દીધી છે”.

Mumbai: Abandoned car near Ambani's residence Antilia on Carmichael Road  triggers bomb scare; investigation transferred to crime branch

મુંબઇ પોલીસએ જણાવ્યું હતું કે ગામદેવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. વધુમાં જણાવ્યું હતું કે પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે વાહનની નંબર પ્લેટ પર નોંધણી નંબર અંબાણીની સુરક્ષામાં લાગેલી એક એસયુવી જેવો જ છે.

Bomb Disposal Squad Outside Mukesh Ambani

સૂત્રોનું માનીએ તો આ કામ માટે પ્રિપ્લાનીંગ  કરવામાં અઆવ્યું છે. આરોપી ગાડીને ઘરની વધુ નજીક ઉભી કરવા માંગતો હતો. પરંતુ વધુ સુરક્ષાને કારણે તે શક્ય બન્યું નહિ. આરોપી દ્વારા પહેલાથી જ  અંબાણીના ઘર પર નજર રાખવામાં આવી રહી હતી અને અંબાણીના કાફલા પર પણ નજર રાખવામાં આવી રહી હતી.

Explosive, threat letter found in a car near Ambani house in Mumbai |  Hindustan Times

મળતી માહિતી મુજબ, જે સ્કોર્પિઓ કાર મળી છે તેની સીટ પર મુંબઈ ઇન્ડિયન્સનું બેગ મુકવામાં આવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની ક્રિકેટ ટિમ છે. જેના માલિક મુકેશ અંબાણી છે, આ બેગમાં ધમકી ભરેલી ચિઠ્ઠી પણ મુકવામાં આવી હતી. જે વ્યક્તિએ સ્કોર્પિઓ કાર અહીં પાર્ક કરી તે ગાડી અહીં મૂકીને ઇનોવા કારમાં ગુમ થયો હતો.