Sweet Recipe/ સંતરાની બાસુંદી આ રીતે બનાવો, નહીં ફાટે દૂધ અને લાગશે સ્વાદિષ્ટ

દૂધ સહેજ પણ ગરમ ન હોવું જોઈએ નહીંતર દૂધ ફાટી જશે.

Food Lifestyle
orange basundi સંતરાની બાસુંદી આ રીતે બનાવો, નહીં ફાટે દૂધ અને લાગશે સ્વાદિષ્ટ

સંતરાની બાસુંદી સામગ્રી –
1 લીટર ફૂલ ક્રીમ દૂધ
3/4 કપ અથવા સ્વાદ પ્રમાણે ખાંડ
30-35 તાંતણા દૂધમાં ઘોળેલું કેસર
ચપટી ઈલાયચી પાવડર
1 કપ ફ્રેશ ઓરેન્જનો પલ્પ
સજાવટ માટે બદામ-પિસ્તાની કતરણ

સંતરાની બાસુંદી બનાવવા માટેની રીત-

સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી તપેલી કે કઢાઈમાં મીડીયમ ફ્લેમ પર દૂધ ગરમ કરવા માટે મૂકો, દૂધને વચ્ચે-વચ્ચે સતત હલાવતા રહેવું, એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું. (દૂધ તમે ગાય કે ભેંસનું કોઈપણ લઈ શકો છો, પરંતુ ફૂલ ક્રીમ હશે તો ઉકાળવામાં ઓછો સમય લાગશે.)

એક ઉભરો આવે પછી 2-3 મિનિટ દૂધને ઉકાળો થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો પરંતુ 1 લીટર દૂધ હોય તો 80-100 ગ્રામ ખાંડ અવશ્ય ઉમેરવી કારણકે બાસુંદીમાં સ્વીટ થોડી આગળ પડતી હોય તો વધુ સારી લાગે છે, મોળી બનશે તો સ્વાદ એટલો સારો નહીં આવે.

દૂધ ઉકળીને 60% રહે ત્યારે તેમાં દૂધમાં ઘોળેલું કેસર અને ઈલાયચી પાવડર ઉમેરો. આ બાસુંદીમાં મુખ્ય ફ્લેવર ઓરેન્જની રહેશે એટલે ઈલાયચી પાવડર ખૂબ જ ઓછી માત્રામાં ઉમેરવો.

orange basundi1 સંતરાની બાસુંદી આ રીતે બનાવો, નહીં ફાટે દૂધ અને લાગશે સ્વાદિષ્ટ

25 મિનિટ દૂધને ઉકળ્યા બાદ ત્રીજા ભાગનું દૂધ રહે એટલે કે 300-350 દૂધ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરો અને દૂધને રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડુ થવા દો. દૂધ સહેજ પણ ગરમ ન રહેવું જોઈએ.

દૂધ એકદમ ઠંડુ થાય એટલે તેને એક વાસણમાં કાઢી લો. આ રીતે તૈયાર કરેલા દૂધમાં તમે બદામ-પિસ્તાની કતરણ અને ચારોળી ઉમેરીને કેસર-પિસ્તા અને રજવાડી બાસુંદી પણ બનાવી શકો છો.

પરંતુ અત્યારે આપણે ઓરેન્જ બાસુંદી બનાવવાની છે એટલે 1 કપ ઓરેન્જનો પલ્પ લો. ઓરેન્જનો પલ્પ બનાવવા માટે 6 નંગ સારી ક્વોલિટીનાં મીઠા હોય તેવાં સંતરા (નારંગી) લેવી તેને છોલીને તેની પેશી ઉપર જે રેસાવાળો ભાગ અને અંદર બી હોય તે બધા કાઢી નાખવા, વચ્ચે જે દાણા-દાણા વાળો પલ્પ નીકળે ફક્ત તેનો જ ઉપયોગ કરવાનો છે, આ બધો પલ્પ એક બાઉલમાં કાઢી લો. સંતરા મીઠાં હોવા જોઈએ, વધારે પડતી ખાટાં હોય તેવા ન લેવા.

આ પણ વાંચો-  Recipe / આવી રીતે બને છે ફરસાણની દુકાનોમાં ‘નવતાડના ચણાની દાળના સમોસા’

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?

તૈયાર કરેલા ઓરેન્જ પલ્પને ઠંડા કરેલા કેસર-ઈલાયચી અને ખાંડ વાળા દૂધમાં ઉમેરી મિક્સ કરો. દૂધ સહેજ પણ ગરમ ન હોવું જોઈએ નહીંતર દૂધ ફાટી જશે. તેને 3 કલાક ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં સર્વ કરી ઉપરથી બદામ-પિસ્તાની કતરણ ભભરાવો અને ગરમાગરમ પૂરી સાથે ઓરેન્જ બાસુંદીની મજા માણો.