Not Set/ ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતના આ ૫ ક્રિકેટરો પર રહેશે તમામની નજર, બનાવી શકે છે આ રેકોર્ડ

નવી દિલ્હી, આગામી બે દિવસ બાદ એટલે કે, ૧ ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ બર્મિંઘમના એજબેસ્ટનના ગ્રાઉન્ડથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે હાલમાં ભારતીય ટીમમાં ૫ એવા ખેલાડીઓ છે, જેઓ પોતાના સારા પરફોર્મન્સ દ્વારા ભારતને જીત અપાવી શકે છે તેમજ સાથે […]

Trending Sports
virat kohli.. ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતના આ ૫ ક્રિકેટરો પર રહેશે તમામની નજર, બનાવી શકે છે આ રેકોર્ડ

નવી દિલ્હી,

આગામી બે દિવસ બાદ એટલે કે, ૧ ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ બર્મિંઘમના એજબેસ્ટનના ગ્રાઉન્ડથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે હાલમાં ભારતીય ટીમમાં ૫ એવા ખેલાડીઓ છે, જેઓ પોતાના સારા પરફોર્મન્સ દ્વારા ભારતને જીત અપાવી શકે છે તેમજ સાથે સાથે પોતાના નામે રેકોર્ડ પણ નોધાવી શકે છે.

ભારતીય ટીમના મુખ્ય ૫ ખેલાડીઓમાં કેપ્ટન વિરાટ કોહલી, ઓપનર બેટ્સમેન મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અજીન્ક્ય રહાણે અને ઝડપી બોલર ઇશાંત શર્માનો સમાવેશ થાય છે.

૧. કેપ્ટન કોહલી ટેસ્ટમાં ૬૦૦૦ રન પુરા કરવાથી ૪૪૬ રન દૂર

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેંડ સામેની અ ટેસ્ટ શ્રેણી દરમિયાન પાછલા ઈંગ્લેંડના પ્રવાસની નાકામીને દૂર કરીને પોતાને સાબિત કરવાનો ભરપુર પ્રયાસ કરશે. આ ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી પાસે ૬૦૦૦ રન પૂર્ણ કરવાનો મૌકો છે, કારણ કે આ રેકોર્ડ પોતાના નામે કરવાથી તેઓ માત્ર ૪૪૬ રન જ દૂર છે.

કેપ્ટન કોહલીએ અત્યારસુધીમાં ૬૬ મેચોની ૧૧૨ ઇનિંગ્સમાં ૫૩.૪૦ના એવરેજથી ૫૫૫૪ રન બનાવ્યા છે, ત્યારે આ શ્રેણીમાં ૬૦૦૦ રન પુરા કરીને કોહલી ૧૦માં ભારતીય બની શકે છે.

૨. પુજારાની નજર ૫૦૦૦ ટેસ્ટ રન પર

 ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા આ ટેસ્ટ સીરીઝમાં પોતાના ૫૦૦૦ રન પુરા કરી શકે છે. અત્યારસુધીમાં ટીમ ઇન્ડિયામાં નંબર ત્રણ પર બેટિંગ કરી રહેલા પુજારાએ ૫૮ મેચોની ૯૭ ઇનિંગ્સમાં ૫૦.૩૪ના એવરેજથી ૪૫૩૧ રન બનાવ્યા છે અને તેઓ ૪૬૯ રન દૂર છે.

૩. મુરલી વિજયના નિશાના પર ૪૦૦૦ ટેસ્ટ રન

વિદેશી ધરતી પર સફળ રહેલા ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન મુરલી વિજયે અત્યારસુધીમાં ૫૭ મેચોની ૯૭ ઇનિંગ્સમાં ૩૯૦૭ રન બનાવ્યા છે અને વિજય આ શ્રેણીમાં વધુ ૯૩ રન બનાવે છે તો આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ૪૦૦૦ રન પુરા થવાની સાથે જ મુરલી વિજય ભારતના ૧૬માં ક્રિકેટર બની શકે છે.

૪. રહાણે પણ ૩૦૦૦ ટેસ્ટ રન પુરા કરવા નજીક

વિદેશી ધરતી પર ભારતીય ટીમના સૌથી આધારભૂત મિડલ ઓર્ડર બેટ્સમેનમાંના એક અજીન્ક્ય રહાણે પાસે પણ આ ટેસ્ટ શ્રેણીમાં ૩૦૦૦ ટેસ્ટ રન પુરા કરવાનો મૌકો છે.

રહાણેએ અત્યારસુધીમાં ૪૫ મેચોની ૭૬ ઇનિંગ્સમાં ૨૮૯૩ રન બનાવ્યા છે અને આ પોતાના ૩૦૦૦ રન પુરા કરવાથી માત્ર ૧૦૭ રન દૂર છે. આ સાથે જયારે રહાણે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦૦ રન પુરા કરે છે, તો તેઓ ૨૨માં ભારતીય બેટ્સમેન બની શકે છે

૫. ઇશાંત શર્મા ટેસ્ટમાં પૂર્ણ કરી શકે છે ૨૫૦ વિકેટ

ઈંગ્લેંડના કપરા પ્રવાસે ગયેલી ભારતીય ટીમના સૌથી અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા પણ આ શ્રેણીમાં એક રેકોર્ડ પોતાના નામે કારી શકે છે. ઇશાંત શર્માએ અત્યારસુધીમાં ૮૨ ટેસ્ટ મેચમાં ૨૩૮ વિકેટ ઝડપી છે અને માત્ર ૧૨ વિકેટ દૂર છે. ત્યારે આ ૫ ટેસ્ટ મેચની સીરીઝમાં ૧૨ વિકેટ ઝડપવાની સાથે જ તેઓ આ ઉપલબ્ધિ હાંસલ કારી શકે છે.