Not Set/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા માટે રહેજો તૈયાર

નવી દિલ્હી, દેશમાં છેલ્લા એક પખવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાં ભાવમાં કોઈ વધારો નથી થયો તો તેનાથી જો તમે ખુશ છો તો, શનિવારે મધરાતથી તમરી આ ખુશી ગાયબ થઈ શકે છે. સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણની કિંમતમાં વધારો કરવાનું મન બનાવી ચૂકી છે. કાચું તેલ (ક્રુડ) મોંઘુ થવાથી અને રૂપિયાની કિંમતમાં […]

Trending Business
170651 petrol પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા માટે રહેજો તૈયાર

નવી દિલ્હી,

દેશમાં છેલ્લા એક પખવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાં ભાવમાં કોઈ વધારો નથી થયો તો તેનાથી જો તમે ખુશ છો તો, શનિવારે મધરાતથી તમરી આ ખુશી ગાયબ થઈ શકે છે. સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણની કિંમતમાં વધારો કરવાનું મન બનાવી ચૂકી છે. કાચું તેલ (ક્રુડ) મોંઘુ થવાથી અને રૂપિયાની કિંમતમાં ગિરાવટ થવા છતાં સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨૪ એપ્રિલ, ૨૦૧૮ પછીથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સ્પષ્ટ રીતે તે બાબતને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે.

સરકારી ઓઈલ કંપનીઓના સૂત્રોના જણાવ્યા મુજબ ૧૩ મે, ૨૦૧૮થી પેટ્રોલની કિંમતમાં રૂ. ૧.૫૦/નો પ્રતિલિટરે વધારો થઈ શકે છે. આમ પણ છેલ્લા એક પખવાડિયા દરમિયાન કાચા તેલની કિંમતોનું સ્તર જોઈએ તો દેશમાં પેટ્રોલના છૂટક કિંમતમાં ત્રણ રૂપિયા સુધીનો વધારો થાય તેવી સ્થિતિ બને છે. પરંતુ સંભવતઃ એક સાથે આટલા મોટા ભાવ વધારાનો બોજ ગ્રાહકો ઉપર નાખવામાં આવશે નહી. અધિકાર પત્રના નિયમો મુજબ સરકારી તેલ કંપનીઓણે પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણની કિંમત નાક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ કેટલીય વખત જોવા મળ્યું છે કે વિધાનસભાની ચૂંટણીઓના અગાઉથી ઓઈલ કંપનીઓ દ્વારા કિંમતોમાં વધારો કરવાની સિલસિલો કેટલાક દિવસો માટે સ્થગિત કરી દેવામાં આવે છે.

નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૮થી ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લિટર ઉપર સ્થિત છે. જયારે કાચા તેલની કિંમતમાં આશરે પ્રતિ બેરલ (૧૫૯ લિટર)એ ચાર ડોલરનો વધારો થયો છે. ઈરાનની સાથે પરમાણું કરાર તોડ્યા પછી કાચા તેલની કિંમતોમાં હજુ પણ વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે.

શુક્રવારે ક્રુડ ઓઈલ છેલ્લા સાડા ત્રણ વર્ષોના ઉચ્ચત્તમ સ્તર ૭૭.૫૦ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ કાચા તેલની કિંમત પ્રતિ બેરલના ૧૦૦ ડોલર સુધી પહોંચી શકે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ડોલરના મુકાબલામાં રૂપિયાની કિંમતમાં થઈ રહેલા ઉતાર-ચઢાવના કારણે પણ ફર્ક પડી શકે છે. શુક્રવારે એક ડોલરની કિંમત ૬૭.૩૩ રૂપિયા હતી, જે છેલ્લા ૧૫ મહિના દરમિયાન સૌથી નિમ્ન સ્તર પર છે.