Not Set/ પોતાની ક્રીપ્ટો કરન્સી લોન્ચ કરશે ફેસબુક, જાણો ફાયદાઓ  

  હાલમાં જ ફેસબુક તરફથી નવું બ્લોક્ચેન બનાવવાની વાત સામે આવી છે.હવે મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે કે ફેસબુક પોતાની ક્રીપ્ટો કરન્સી જાહેર કરવા પર વિચાર કરી રહી છે. ટેક વેબસાઈટ ચેડર ના કહેવા પ્રમાણે ફેસબુક આ મામલા પર ખુબ ગંભીરતા સાથે વિચાર કરી રહી છે. જેમ કે આ મામલાની જાણકારી રાખવાનાર લોકોનું કહેવું છે […]

Top Stories Tech & Auto
Facebook will no longer allow ICO and cryptocurrency Bitcoin Ethereum Ripple Litecoin etc promotions પોતાની ક્રીપ્ટો કરન્સી લોન્ચ કરશે ફેસબુક, જાણો ફાયદાઓ  

 

હાલમાં જ ફેસબુક તરફથી નવું બ્લોક્ચેન બનાવવાની વાત સામે આવી છે.હવે મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે કે ફેસબુક પોતાની ક્રીપ્ટો કરન્સી જાહેર કરવા પર વિચાર કરી રહી છે.

ટેક વેબસાઈટ ચેડર ના કહેવા પ્રમાણે ફેસબુક આ મામલા પર ખુબ ગંભીરતા સાથે વિચાર કરી રહી છે. જેમ કે આ મામલાની જાણકારી રાખવાનાર લોકોનું કહેવું છે કે ફેસબુક કથિત પ્રમાણ પર ઇનિશિયલ કોઈન ઓફરિંગ કરવા પર વિચાર કરી રહી છે. જેના પ્રમાણે કંપની સીમિત સંખ્યામાં વર્ચ્યુઅલ ટોકન જાહેર કરશે, જેણે અમુક નક્કી કિંમતો પર ખરીદી શકાશે.

દુનિયાભરમાં ફેસબુકના બે અરબથી વધારે યુઝર છે અને ક્રિપ્ટોકરંસી લોન્ચ કરવાથી વપરાશકર્તાને બીટકોઈન જેવી વર્ચ્યુઅલ કરંસીનો ઉપયોગ કરી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. ફેસબુક મેનેજરના એક્ઝિક્યુટિવ ઇન્ચાર્જ ડેવિડ માર્કસ જણાવ્યું હતું કે,

અમે એક નાનું સમૂહ બનાવવા જઈ રહ્યા છીએ, જે ફેસબુકમાં બ્લોક્ચેન બનાવવાનું કામ કરશે.”

ત્યારબાદ ફેસબુક તરફથી જાહેર કરેલા રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે,

ઘણી અન્ય કંપનીઓ અંતર્ગત ફેસબુક તરફથી પણ બ્લોક્ચેન ટેકનીકની શક્તિને પારખવા ઈચ્છે છે. આ નાની ટીમ ઘણી અલગ અલગ એપ્લીકેશનણે એક્સપ્લોર કરશે. આ સિવાય અત્યારે અમારી પાસે શેર કરવા માટે બીજી કોઈ માહિતીઓ નથી.’

માર્કેટ રિસર્ચ કંપની ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, 2018 માં બ્લોકચેન સોલ્યુશન્સમાં લગભગ 2.1 અબજ ડોલરનો ખર્ચ થશે. આ 2017 માં ખર્ચવામાં આવેલા 945 મિલિયન ડોલરની બમણી રકમ છે. રેકોડમાં નોંધ્યું હતું કે બ્લોકચેન ટેક્નોલોજી માટે ફેસબુક દ્વારા એક નવી ટીમ રચવામાં આવી રહી છે અને માર્કસ ગ્રૂપનું નેતૃત્વ કરવા માટે પોતાનું પદ છોડશે.