Not Set/ કિશોરના અપહરણ અને હત્યાનો મામલો, 2ને આજીવન કેદની સજા, 4 આરોપીઓને 7 વર્ષની સજા

બનાસકાંઠા, બનાસકાંઠામાં ચાર વર્ષ પહેલા થયેલા એક કિશોરના અપહરણ અને હત્યાના કેસમાં આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બનાસકાંઠાના થરા ગામમાં રહેતા વેપારી ત્રિલોકચંદ શાહનો પુત્ર જૈનમ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ચાર વર્ષ પહેલા તે વહેલી સવારે ટ્યુશન ગયો હતો. પરંતુ બપોર થવા છતાં ઘરે પરત ના ફરતા તેના પરિવારજનો ચિંતામાં આવી ગયા […]

Top Stories Gujarat Others
અન્મર 4 કિશોરના અપહરણ અને હત્યાનો મામલો, 2ને આજીવન કેદની સજા, 4 આરોપીઓને 7 વર્ષની સજા

બનાસકાંઠા,

બનાસકાંઠામાં ચાર વર્ષ પહેલા થયેલા એક કિશોરના અપહરણ અને હત્યાના કેસમાં આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બનાસકાંઠાના થરા ગામમાં રહેતા વેપારી ત્રિલોકચંદ શાહનો પુત્ર જૈનમ સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ચાર વર્ષ પહેલા તે વહેલી સવારે ટ્યુશન ગયો હતો. પરંતુ બપોર થવા છતાં ઘરે પરત ના ફરતા તેના પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા.

તે દિવસે મોડી સાંજે તેના ઘરે જો પુત્રને સહી સલામત જોઈતો હોય તો 50 લાખની ખંડણી માગતો ફોન આવ્યો હતો. ઘટના બાદ ગભરાઈ ગયેલા જૈનમના પિતાએ સમગ્ર ઘટના અંગે પોલીસ ને જાણ કરતા પોલીસે 20 જેટલી ટીમો બનાવીને જૈનમની શોધખોળ હાથ ધરી હતી.

તે દરમ્યાન જૈનમના ઘરમાં જ અગાઉ નોકર તરીકે રહી ચુકેલા માધા રબારી અને મશરૂ પ્રજાપતિ પર શંકા ગઈ. મોબાઈલ લોકેશનના આધારે તેમની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમણે જૈનમની હત્યા કરીને તેની લાશને ફેંકી દીધી હોવાની કબૂલાત કરી.

જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને આ ગુનામાં સાથ આપનાર મફાજી ઠાકોર, વિનુભા વાઘેલા, અશોકજી ઠાકોર અને જેન્તીજી ઠાકોરની પણ ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓએ પકડાઈ જવાના ડરે જૈનમની હત્યા કરી નાખી હતી અને તેની લાશને કોથળામાં ભરીને નર્મદા કેનાલ માં નાખી દીધી હતી. ત્યારે આ ગુનાના મુખ્ય બે આરોપીઓને આજીવન કેદ અને અન્ય ચાર આરોપીઓ કોર્ટે સાત વર્ષની સજા ફાટકારી છે.