Not Set/ ભરૂચ/ વાલિયા તાલુકાના એક ખેડૂતને ભેજાબાજોએ લગાવ્યો લાખો રૂ.નો ચૂનો

@પ્રકાશ ચૌહાણ, મંતવ્યન્યૂઝ – ઝઘડીયા ભરુચ ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ખેડુત ને તેની જમીન ઉપર ટ્રેકટરની લોન અપાવવાના બહાને બે જેટલા ઠગોએ બેંકના કર્મચારીઓ સાથે મળી ખેડુતને 53.25 લાખનો ચૂનો ચોપડ્યાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. વાત જાણે એમ છે કે વાલિયા તાલુકાના શીર ગામના અભણ આદિવાસી ખેડુત રમેશ કારીયાભાઇ વસાવા સાથે તેના […]

Gujarat Others
c7b8f7c859f4f5186e0e8abdc15023f6 ભરૂચ/ વાલિયા તાલુકાના એક ખેડૂતને ભેજાબાજોએ લગાવ્યો લાખો રૂ.નો ચૂનો

@પ્રકાશ ચૌહાણ, મંતવ્યન્યૂઝ – ઝઘડીયા ભરુચ

ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ખેડુત ને તેની જમીન ઉપર ટ્રેકટરની લોન અપાવવાના બહાને બે જેટલા ઠગોએ બેંકના કર્મચારીઓ સાથે મળી ખેડુતને 53.25 લાખનો ચૂનો ચોપડ્યાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે.

વાત જાણે એમ છે કે વાલિયા તાલુકાના શીર ગામના અભણ આદિવાસી ખેડુત રમેશ કારીયાભાઇ વસાવા સાથે તેના જ મિત્ર એવા મગન કોલીયા વસાવા તથા ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે શિવશક્તિ ટ્રેકટર્સ નામે ઇન્ડોફોર્મ ટ્રેકટર ના ડીલર કિરીટસિંહ મહિડાએ 53.25 લાખની છેતરપિંડી કરી હોવાની વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.

અભણ આદિવાસી ખેડુતને તેની જ જમીન ઉપર ટ્રેકટર અપાવવાનું કહી વાલિયાના વાંદરીયા ગામના રહેવાસી મગન વસાવાએ ઝઘડિયા તાલુકાના સરસાડ ગામના રહેવાસી અને ટ્રેકટરના ડીલર કિરીટસિંહ મોતીસિંહ મહિડા સાથે મુલાકાત કરાવી હતી. મગન વસાવા અને કિરીટસિંહ મહિડાએ અભણ ખેડુતને તેની જમીન ઉપર લોન કરાવી ટ્રેકટર અપાવવાના બહાને અલગ અલગ કાગળો ઉપર સહી તેમજ અંગુઠા કરાવી લીધા હતા.

ખેડુત ભણેલો ના હોય તેને આ બધી બાબતની કંઇ જ ખબર ન હતી. અને મગન વસાવા અને કિરીટસિંહ મહિડાએ ખેડુત અભણ હોવાનો ગેરલાભ ઉઠાવી ખેડુત રમેશ વસાવાની જાણ બહાર વાલિયા તથા ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામની બેંક ઓફ બરોડા શાખામાંથી બેંકના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી અલગ અલગ મળી કુલ 53.25 લાખની રકમ ઉપાડી લીધી.

ખેડૂત ટ્રેકટર મેળવવા આ બંને ઇસમોને ફોન કરતો ત્યારે આ બંને બેંકની લોન હજુ પાસ નથી થઇ જેવા અલગ અલગ બહાના બતાવ્યા કરતા. એક વર્ષ બાદ જ્યારે બેંકે ખેડુતને લોન ના હપ્તા બાબતે નોટીશ મોકલી તો ખેડુત ના પગ નીચેથી ધરતી ખસી ગઇ.

ખેડુતે મામલતદાર કચેરીમાંથી તેની જમીનના કટીયા કઢાવ્યા ત્યારે તેને 53.25 લાખની તેની લોન બાબતની જાણ થઇ. ખેડુત રમેશ વસાવા સાથે તેના જ મિત્ર અને ટ્રેકટરના ડીલરે તેના નામ ઉપર રુપિયા ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની જાણ થતાં આખો મામલો વાલિયા પોલીસ મથકે પહોંચ્યો હતો. પરંતુ રુપિયા ના જોરે મગન વસાવા અને કિરીટસિંહ મહિડાએ પોલીસને પણ પટાવી લીધી હતી. 

આખરે ખેડુતને સાચો સલાહકાર મળતા ખેડુતે પ્રધાનમંત્રીને લેખિત ફરિયાદ કરી ત્યારે વાલિયા પોલીસે બનાવના એક વર્ષ બાદ ખેડુત રમેશ વસાવાની ફરિયાદ નોંધી હતી. હાલ વાલિયા પોલીસે ખેડુત રમેશ વસાવા ની ફરિયાદના આધારે મગન વસાવા, ટ્રેકટરના ડીલર કિરીટસિંહ મહિડા અને વાલિયા તેમજ ભાલોદ ગામની બેંક ઓફ બરોડા શાખાના બેંકના કર્મચારી વિરુધ્ધ તપાસ આરંભી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.