ગુજરાત/ મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ,જાણો કઈ

મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. જેમાં  હવેથી ગુજરાતમાં દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. આ  અગાઉ પરિવારદીઠ એક કાર્ડ અપાતું જ હતું, પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ અપાશે. જેથી આ  યોજનાના લાભ  દરેક લોકો ને મળશે . આ સાથે જ કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ સુધીનું […]

Gujarat
Untitled 89 મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ,જાણો કઈ

મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. જેમાં  હવેથી ગુજરાતમાં દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. આ  અગાઉ પરિવારદીઠ એક કાર્ડ અપાતું જ હતું, પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ અપાશે. જેથી આ  યોજનાના લાભ  દરેક લોકો ને મળશે . આ સાથે જ કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પડાશે. જે અંગે ની માહિતી  આરોગ્ય મંત્રી નીતિન પટેલે  માહિતી ટ્વીટ કરીને આપી હતી .

આરોગ્ય વિભાગ દ્વારા  31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે .  જેથી હવે  સરકારી હોસ્પિટલોમાં નવા મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ એક પરિવારને મા અમૃતમ કાર્ડ આપવામાં આવતુ હતું. પરંતુ હવે આરોગ્ય વિભાગે જાહેરાત કરી કે, હવે પરિવારદીઠ એક કાર્ડને બદલે દરેક લાભાર્થીને અલગ અલગ કાર્ડ આપવામાં આવશે.