Inspirational/ 60 વર્ષિય દેવેન્દ્ર પરમારે કોરોના સામે 113 દિવસ બાદ જીત્યો જંગ, બનાવ્યો રેકોર્ડ…

કોરોનાનો કહેર સતત વિશ્વ સહિત તમામ જગ્યાએ વરસી રહ્યો છે. જો કે, વિશ્વના અનેક દેશમાં કોરોનાનાં આ રાઉન્ડે તો માજા મુકી હોય તેવા આંકડા રોજ રોજ સામે આવે છે.

Top Stories Gujarat Others
devendra parmar 60 વર્ષિય દેવેન્દ્ર પરમારે કોરોના સામે 113 દિવસ બાદ જીત્યો જંગ, બનાવ્યો રેકોર્ડ...

કોરોનાનો કહેર સતત વિશ્વ સહિત તમામ જગ્યાએ વરસી રહ્યો છે. જો કે, વિશ્વના અનેક દેશમાં કોરોનાનાં આ રાઉન્ડે તો માજા મુકી હોય તેવા આંકડા રોજ રોજ સામે આવે છે. વિશ્વ સાપ્રાંત ભારતમાં કોરોનાની પકડ થોડી નબળી પડી હોવાનું પણ નોંધવામાં આવી રહ્યુ છે.

ભારતમાં રોજ નોંધવામાં આવતા નવા કેસની સરખામણીએ કોરોનાને માત આપી અને કોરોનામાંથી રિકવરી થતા દર્દીઓની સંખ્યા ઘણી મોટી નોંધવામાં આવી રહી છે અને કદાચ આવુ થવાનું કારણ પણ આપણી સામે જ છે. બીલકુલ કોરોના સામેની લડાઇમાં હાર ન માની પોતાની જાતને તૈયાર કરી કોરોનાને પરાસ્ત કર્યા હોવાનાં ભારતનાં આનેક કિસ્સાઓ આપણે સાંભળતા રહીએ છીએ, ત્યારે ફરી જ આવે સામાજીક રાહ ચિંધતો કિસ્સો ગુજરાતમાંથી સામે આવે છે.

Winter:રાજ્યમાં હાડ થીજવતીં ઠંડીનો અહેસાસ, ઉત્તર ભારતમાં ગાત્રો થીજ…

 

Coronavirus vaccine in India: "Safe" COVID-19 vaccine six months away, says  Serum Institute of India

ગુજરાતનાં 60 વર્ષિય દેવેન્દ્ર પરમારે કોરોના સામેનો જંગ જીત્યો છે. 60 વર્ષિય દેવેન્દ્ર પરમાર કોરોના સામે છેલ્લા 113 દિવસથી લડી રહ્યા હતા, પરંતુ વિશ્વને હચમચાવી દેનાર કાળમુખો કોરોના દેવેન્દ્ર પરમારે જુસ્સો હચમચાવી ન શક્યો અને 60 વર્ષિય દેવેન્દ્ર પરમારે કોરોના સામેનો જંગ જીતી કાળમુખા કોરોનાને પરાસ્ત કર્યો છે.

Relife Pakage/ 50 લાખ અન્નદાતાઓને મળશે 1600 કરોડની રાહત, પીએમ મોદી આજે M…

 

Covid-19 Story Tip: What Hospitals Have Learned About Treating COVID-19  Patients — and What Challenges Might Be Ahead

આપને જણાવી દઇએ કે, 60 વર્ષિય દેવેન્દ્ર પરમાર કોરોના સામે છેલ્લા 113 દિવસથી લડી રહ્યા હતા અને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇને હવે જ ડિસ્ચાર્જ થશે. ઉલ્લેખનીય છે કે, 90 દિવસથી પણ વધારે સમય તો દેવેન્દ્ર પરમાર ICUમાં સારવાર હેઠળ રહ્યા હતા. હોસ્પિટલ ડોક્ટરર્સ અને સ્ટાફની સારવાર અને દેવેન્દ્રભાઇની જીતનો અડગ વિશ્વાસ કોરોનાને પરાસ્તતા તરફ લઇ ગયો હતો.

Analytics / વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 – મેરા ભારત મહાન, પ…

Why We Don't Have Enough Coronavirus Tests | by Andy Slavitt | Medium  Coronavirus Blog

તે પણ ઉલ્લેખનીય છે કે, 28 ઓગસ્ટના રોજ જ્યારે દેવેન્દ્ર પરમારને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યારે આજે તેઓનાં ડિસ્ચાર્જ સમયે ગુજરાતનાં ડે.સીએમ નિતિનભાઇ પટેલ પણ હોસ્પિટલમાં ઉપસ્થિત રહેશે.

Vijay Diwas / 1971નાં યુદ્ધની વ્યૂહરચના ઘડવૈયા આ 3 ભારતીય સૈન્યાધિકારીઓને …

Congress leader Bharat Solanki's dramatic battle against Covid - India  Today Insight News

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોરોનાને મહાત કરવા માટે અવિરત 101 દિવસ જંગ લડ્યો હતો અને 101 દિવસ સારવાર લીધી હતી.  ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકીએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ  સારવાર લીધી હતી. પરંતુ કોરોનામાં 113 દિવસની સારવાર લઇ દેવેન્દ્ર પરમારે રેકોર્ડ તોડ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…