#initiatives/ નવ દંપતી દ્વારા 300 ગરીબ પરિવારોનાં ઘરને કરાયા આવી રીતે રોશન, પ્રેરણાદાયક કિસ્સો

દિવાળી એટલે પ્રકાશનો પર્વ, ખુશની માહોલ, પરંતુ ધણા ગરીબ પરિવારમાં દિવાળીનો મતલબ અગલ જ થાય છે ખુશી અને પ્રકાશ તો હોય જ છે પણ ક્ષણીક કહી શકાય. અને આવા ગરીબ પરિવારોમાં પણ પ્રકાશ રેલાય

Top Stories Gujarat Others
solar light નવ દંપતી દ્વારા 300 ગરીબ પરિવારોનાં ઘરને કરાયા આવી રીતે રોશન, પ્રેરણાદાયક કિસ્સો

દિવાળી એટલે પ્રકાશનો પર્વ, ખુશની માહોલ, પરંતુ ધણા ગરીબ પરિવારમાં દિવાળીનો મતલબ અગલ જ થાય છે ખુશી અને પ્રકાશ તો હોય જ છે પણ ક્ષણીક કહી શકાય. અને આવા ગરીબ પરિવારોમાં પણ પ્રકાશ રેલાય તે માટે એક દંપતિ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. ગરીબ પરિવારોને અંધારામાંથી ઉજાસ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વાત છે ધરમપુર તાલુકાની, જી હા, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ઘણા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના ઘરે આજે પણ લાઇટની સુવિધા નથી. લાઈટ ન હોવાને કારણે આ પરિવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે દિવાળી નિમિતે આ પરિવારો ના જીવનમાંથી અંધકાર દૂર કરવાનો પ્રયાસ એક દંપતિ દ્વારા કરવામાં આવ્યો. ઋષિત મસરાણી તથા તેમના પત્ની પૂર્વજા મસરાણી દ્વારા ધરમપુર તાલુકાના 300 જેટલા ગરીબ પરિવારોના ઘરમાં દિવાળીના દિવસે ઉજાસ લવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.  
 
ઋષિત મસરાણી તથા તેમના પત્ની પૂર્વજા મસરાણી દ્વારા તેમના લગ્નાની પ્રથમ દિવાળીએ 300 જેટલા ગરીબ પરિવારોને દિવાળીના ખાસ તહેવાર નિમિત્તે સોલાર લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે અને તેમના જીવનમાં આ દિવાળીનાં તહેવારમાં અંધકાર દૂર થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સોલાર લાઇટ 4 થી 6 કલાક સુધી ચાલશે, જેથી આ પરિવારોમાં રહેતી મહિલાઓના કામ થઈ શકશે અને ઘરો માં પ્રકાશ રહી શકશે

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ઘણા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના ઘરે આ દંપતીની પહેલથી લાઈટ મળતા જ તમામ પરિવારોમાં એક ખુશીનો માહોલ છવાયો. ખરા અર્થમાં ગરીબ પરિવારના ઘરોમાં લાઈટ આવતા તેમના માટે દિવાળી એક પ્રકાસનો પર્વ બન્યો છે.

@ઉમેશ પેટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ