સાવધાન/ શું તમે આઈસ્ક્રીમ કે, બરફ ગોળા ખાવ છો, તો ચેતીજાવ સુરતની આ દુકાનોના સેમ્પલ થયા ફેલ

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ગત મહિનામાં કેક, પેસ્ટ્રી, મરી-મસાલા, આઈસ્ક્રીમ અને આઈસ ગોળાની દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા હતા

Top Stories Gujarat Surat
આઈસ્ક્રીમ

@અમિત રૂપાપરા 

સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા સમયાંતરે શહેરમાં ફરસાણ, મરી-મસાલા તેમજ અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં ફૂડ કવાલિટીને લઈને તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહિના પહેલા શહેરના અલગ અલગ વિસ્તારમાં આઈસ્ક્રીમ તેમજ બરફ ગોળાની દુકાનો ઉપરાંત મરી મસાલાના વિક્રેતાઓને ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા અને ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈને તપાસ સાથે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. ત્યારે હવે આ તમામ નમૂનાનો રિપોર્ટ આવ્યો છે અને જેમાંથી પેસ્ટ્રી, મરી મસાલા, આઈસ્ક્રીમ અને આઈસ ગોળામાં ઉપયોગમાં લેવામાં આવતા મટીરીયલના 8 જેટલા નમુના ફેલ થયા છે. જે જે દુકાનના નમુના ફેલ થયા છે તે સંસ્થાઓ સામે કાર્યવાહી કરવા માટે આગામી દિવસોમાં અધિકારીઓ દ્વારા એજ્યુડીકેટીગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ગત મહિનામાં કેક, પેસ્ટ્રી, મરી-મસાલા, આઈસ્ક્રીમ અને આઈસ ગોળાની દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ નમૂનામાંથી 8 સંસ્થાના તે સેમ્પલો હતા તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અને આ 8 સંસ્થામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલ શ્રી સાવરીયા આઈસ્ક્રીમની દુકાનમાંથી વેનીલા આઈસ્ક્રીમનું સેમ્પલ ફેલ થયું હોવાનું સામે આવ્યું છે.

Untitled 81 2 શું તમે આઈસ્ક્રીમ કે, બરફ ગોળા ખાવ છો, તો ચેતીજાવ સુરતની આ દુકાનોના સેમ્પલ થયા ફેલ

આ ઉપરાંત પાંડેસરા પોલીસ કોલોની પાસે આવેલ ગણેશનગરમાં ચાલતી ભોલેનાથ આઈસ્ક્રીમ નામની દુકાનમાંથી રાજભોજ આઈસ્ક્રીમનો નમુનો ફેલ થયો હોવાનું સામે આવ્યું છે. તો ક્ન્તેશ્વર મહાદેવ મંદિર કતારગામ પાસે રામુ ઓર શ્યામ બરફ ગોળાની દુકાનમાંથી સેમ્પલ તરીકે લેવામાં આવેલ કાજુ અંજીર આઈસ્ક્રીમનું સેમ્પલ ફેલ થયું હોવાનું સામે આવ્યું છે. તો સુરતના પૂનમ નગર સ્વામી વિવેકાનગર ગાર્ડનની નજીક આવેલ પાર્થ આઈસ ડિસ ગોળામાંથી લીધેલ ઓરેન્જ સીરપના સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત સુરતના અડાજણ વિસ્તારમાં સૂર્યોદય કોમ્પલેક્ષ નજીક આવેલ જય ભવાની ડ્રાયફૂટ ડીશ ગોળા નામની દુકાનમાંથી જય ભવાની એન્ટરપ્રાઇઝ નામનું એક ક્રીમનું સેમ્પલ ફેલ થયું હોવાનું સામે આવ્યું છે. તો પાલનપુર પાટિયા પટેલ પાર્ક શાકભાજી માર્કેટ નજીક આવેલ લક્ષ્મી મસાલા ગૃહમાંથી લેવામાં આવેલા મરચાના પાવડરનો નમુનો ફેલ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઘોડદોડ રોડ પર આવેલ જીબી ફૂડ્સ એન્ડ કન્ફેક્શનરી પ્રાઇવેટ લિમિટેડ નામની દુકાનમાંથી રોયલ ચોકલેટ કેકનું સેમ્પલ ફેલ થયું હોવાનું સામે આવ્યું છે. તો અડાજણ વિસ્તારમાં હનીપાર્ક ચાર રસ્તા પર આવેલ ડેનિશ કેક અને પેસ્ટ્રીની દુકાનમાંથી વેનીલા સ્લાઈસનું સેમ્પલ ફેલ થયું હોવાનું સામે આવ્યું છે.

આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ સંસ્થાના જે ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. તે તમામ સંસ્થાઓ સામે એડજ્યુડીકેટીગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો:સાયલા-ચોટીલા હાઇવે પર અકસ્માત, વૃદ્ધ દંપતીનું કરુણ મોત:પાંચ ઘાયલ

આ પણ વાંચો:રકુલ પ્રીત સિંહએ અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો.

આ પણ વાંચો:ઢસા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરે એક્ટિવા સવાર માતા-પુત્રના મોત

આ પણ વાંચો:વરરાજાની ગાડીએ વરઘોડામાં આવેલા જાનૈયાને ફંગોળ્યા, જુઓ ભયંકર CCTV

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત