વડોદરાના વાઘોડિયામાં લગ્ન પ્રસંગના વરઘોડામાં અકસ્માત સર્જાયો હતો. રવિવારે મોડી રાત્રિએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાલુ વરઘોડામાં વરરાજાની કારે 10થી વધુ જાનૈયાને અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં અનેક લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. કારની અડફેટે એક મહિલાનું મોત થયાની પણ માહિતી સામે આવી છે. ગમખ્વાર અકસ્માતના CCTV સામે આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, DJના તાલે જાનૈયાઓ સાથે જાનજોડી પરણવા ગાડીમાં બેસી વરરાજા મંડપ તરફ વરઘોડો લઈ આગળ વધી રહ્યા હતા. જાનમાં મહિલાઓ, યુવાનો ખુશીમાં ડાન્સ કરી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા. તેવામાં વરરાજા બેઠેલા હતા તે ગાડીના ડ્રાઈવરથી બ્રેકને બદલે એક્સેલેટર દબાઈ જતા ગાડી યમદૂત બની જાનૈયાઓનો કચ્ચરઘાણ કરતી અનેકને ફૂટબોલની જેમ ઊછાડી કાર વરરાજાની માસી ચંપાબેન પ્રભુદાસ મકવાણાના માથાના ભાગે ચઢી જતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં મૃત્યુ પામેલા 50 વર્ષીય મહિલાના પુત્રની ફરિયાદ પોલીસે નોંધી છે. જેમાં તેણે જણાવ્યું છે કે મારું નામ રવિ પ્રભુદાસ મકવાણા છે અને હું ડભોઈમાં રહું છું. સંખેડામાં આઈટીઆઈ ડિઝલ મિકેનિકલના બીજા વર્ષમાં ભણું છું. ઘરમાં પાંચ બહેનો છે. મારી માતા 50 વર્ષીય ચંપાબહેન ગત 14મી મેના રોજ ધનીયાવી ગામે રહેતા મારા માસીના છોકરાના લગ્નમાં મારા માતા-પિતા, બહેનો સાથે ધનીયાવી ગયા હતા. રાતનના વરરાજાની જાન લઈને વાઘોડિયા પ્રણાલી ફળિયામાં રહેતા ભરતભાઈ પરમારની દીકરી સેજલબેનને પરણવા સાડા દસેક વાગ્યાના વાઘોડિયા પહોંચ્યા હતા.
ધીરજ ચોકડી પાસે ડીજેની પાછળ જાનૈયાઓ નાચી રહ્યા હતા. દરમિયાનમાં પ્રણાલી ફળિયાના નાકે અચાનક વરરાજાની ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી એક્સેલરેટર દબાવી દેતા પુર ઝડપે કાર બેદરકારીથી હંકારી મારા માતા ચંપાબેન મકવાણા પર ચઢાવી દીધી હતી. જેમાં તેમને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર તેમનું મોત નિપજ્યું હતું. કાર ચાલકે મારા માતા સહિત 17 લોકોને અડફેટે લીધા હતા જેમને પણ ઈજાઓ થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટમાં ખસેડાયા હતા.
આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત
આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત
આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ
આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ