સુરત/ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની તૈયારી કરતો હવસખોરે ઝડપાયો

સુરતના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીનું વડાપાવ ખવડાવવાની લાલચે એક નરાધમે અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Top Stories Gujarat Surat
દુષ્કર્મ
  • સુરતમાં પાંચ વર્ષીય બાળકી પિંખાતા બચી
  • 5 વર્ષની બાળાને હવસખોરે ઉપાડી ગયો હતો
  • વડાપાઉંની લાલચ આપી બાળકીને ઉપાડી ગયો
  • બાળકીને લઈ નરાધમ ખાડી કિનારે ગયો હતો
  • બાળકી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીનું વડાપાવ ખવડાવવાની લાલચે એક નરાધમે અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.જ્યારે નરાધમ બાળકીને લઈ જતો હતો ત્યારે એક કામદાર તેને જોઈ ગયો હતો.બાળકી ગુમ થતા માતા-પિતા શોધખોળ કરતા હતા તે દરમ્યાન ખાડી કિનારે આ નરાધમ યુવક બાળકી સાથે બદકામ કરે તે પહેલા જ માતા-પિતા અને સ્થાનિકો પહોંચી જતા નરાધમના ચૂંગાલમાંથી બાળકીને છોડાવી નરાધમ આરોપીને પોલીસ હવાલે કર્યો હતો.

સુરતના સરથાણા પોલીસ મથક હદ વિસ્તારના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી બપોરના સમયે ફુગ્ગો લેવા દુકાને ગઈ હતી.તે દરમ્યાન એક ઈસમ દુકાને આવ્યો હતો અને બાળકીને વડાપાવ ખવડાવવાની લાલચ આપી લઈ ગયો હતો.આ યુવક બાળકી સાથે બદકામ કરવાના ઇરાદે લઈ ગયો હતો.જ્યારે આ ઈસમ બાળકીને લઈ જતો હતો.ત્યારે એક કામદાર પણ તેમને જોઈ ગયો હતો.અહીંયા બાળકી ગુમ થઈ જતા પરિવારે શોધખોળ આદરી હતી.અને ઘર પાસે આવેલી દુકાને પૂછતાં એક ઈસમ કારખાનાના પાછળના ભાગે લઈ ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું.

દુકાનદારની વાત સાંભળી માતા-પિતાને અજુગતું થયાની ફાળ પડી હતી. જેથી તાત્કાલીક કારખાના તરફ ગયા હતા.જ્યાં મારુતિ નગરમાં પૂછપરછ કરતા એક કામદારે ખાદી કિનારે એક ઈસમ બાળકીને લઈને ગયો હોવાનું જણાવ્યું હતું પરિવાર ખાડી કિનારે પહોંચ્યો ત્યારે બાળકી સાથે ખાડી કિનારે આ યુવક કપડાં કાઢી અડપલાં કરતો હતો.જોકે પરિવારને જોઈ જતા નરાધમ યુવક ખાડીમાં કૂદી ગયો હતો.ત્યારબાદ સ્થાનિકો અને પરિવારે નરાધમ યુવકને બહાર કાઢી બરાબરનો મેથી પાક આપ્યો હતો ત્યારબાદ સરથાણા પોલીસને જાણ કરી હતી.

ત્યારબાદ પોલીસે આરોપી ની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમનું નામ મિથલેશ રાજુ શાહ હોવાનું જણાવ્યું હતું.અને તે લૂમ્સ ના મશીન માં કામ કરે છે.બાળકીને એકલી જોઈ બદકામ કરવાના ઇરાદે બાળકીને લઈ ગયો હતો.પરિવાર સમયસર પહોંચી જતા પાંચ વર્ષીય બાળકી પિંખાતા બચી ગઈ હતી.



આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ