Gujarat Weather News: રાજ્યમાં આગ ઝરતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કેટલાક જીલ્લાઓમાં આગામી 7 દિવસ માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. વરસાદના કારણે ખેડૂતો પાકના વાવેતરને કારણે ફરી એકવાર ચિંતામાં મૂકાયા છે.
સાથે જ અમદાવાદ શહેરમાં તારીખ 14 અને 15ના રોજ માવઠું પડવાનું અનુમાન કરાયું છે. દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.
રાજ્યોમાં પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદ, નવસારી, ડાંગ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, ગીર-સોમનાથમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:ડીઈઓના આદેશ છતા સ્કૂલમાં પ્રવેશ બાબતે થયો વિવાદ
આ પણ વાંચો:પાવાગઢ જતા દર્શનાર્થીઓને મળશે ખાસ સુવિધા
