bhopal news/ ભોપાલમાં UCC સામે ઓવૈસીની રેલી, કહ્યું- ‘સારો પુરુષ એ છે જે પોતાની પત્નીની ગુલામી કરે’

ભોપાલમાં UCC વિરુદ્ધ રેલી દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન Owaisiએ વિવાદિત અને ચર્ચાસ્પદ નિવેદન આપતા કહ્યું કે સારો મર્દ તે છે જે પોતાની પત્નીની ગુલામી કરે છે.

NATIONAL Top Stories India
Asaduddin Owaisi

Asaduddin Owaisi Bhopal Rally Update: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCના વિરોધમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે UCC ઉપરાંત પરિવાર, મહિલાઓ અને મુસ્લિમ પર્સનલ લૉ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમના એક નિવેદનમાં તેમણે કહ્યું કે ‘સારો પુરુષ એ છે જે પોતાની પત્નીની ગુલામી કરે.’ આ નિવેદન બાદ રાજકીય ચર્ચા વધુ ગરમાઈ છે.

પત્ની અને પરિવાર અંગે ઓવૈસીનું નિવેદન

ભોપાલની(Owaisi) સભામાં ઓવૈસીએ હાજર લોકોને પરિવાર અને મહિલાઓ પ્રત્યે જવાબદારી નિભાવવાની અપીલ કરી. તેમણે યુવાનોને માતા-પિતાની સેવા કરવા, બહેનોને તેમનો હક આપવા અને પત્નીઓનું સન્માન કરવાની વાત કરી. આ દરમિયાન તેમણે પોતાના અંગત જીવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની દાઢી ધૂપમાં નહીં પરંતુ ઘરમાં રહીને સફેદ થઈ છે અને તેમના પરિવારમાં પણ પત્ની છે.

Asaduddin Owaisi

UCC અંગે ઓવૈસીએ શું કહ્યું?

ઓવૈસીએ(Owaisi) UCCનો વિરોધ કરતા દાવો કર્યો કે સમાન નાગરિક સંહિતા ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા બંધારણીય અધિકારોને અસર કરી શકે છે. તેમણે ખાસ કરીને બંધારણની કલમ 25, 26, 14 અને 29નો ઉલ્લેખ કર્યો હતો. ઓવૈસીનું કહેવું છે કે કાયદો તમામ સમુદાયો પર એકસમાન નાગરિક નિયમો લાગુ કરશે તો મુસ્લિમ પર્સનલ લૉ સંબંધિત પ્રથાઓ પર અસર પડી શકે છે.

17 સપ્ટેમ્બરે દિલ્હીમાં વિરોધની અપીલ

ભોપાલની(Owaisi) સભા દરમિયાન 17 સપ્ટેમ્બરે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા UCC વિરોધી કાર્યક્રમમાં જોડાવાની અપીલ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંગે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સાથે જોડાયેલા કેટલાક નેતાઓએ પણ લોકોને ભાગ લેવા કહ્યું છે. ઓવૈસીએ UCC મુદ્દે ભાજપના નેતૃત્વવાળા NDAમાં સામેલ પક્ષોને પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો કોઈ સહયોગી પક્ષને ભાજપની UCC નીતિ અંગે મતભેદ હોય તો તેણે ખુલ્લેઆમ તેનો વિરોધ કરવો જોઈએ. ભોપાલની આ સભા બાદ UCCને લઈને મધ્યપ્રદેશ સહિત દેશના રાજકીય વાતાવરણમાં ચર્ચા વધુ તેજ બની છે. ઓવૈસીના નિવેદનો પર ભાજપના નેતાઓ તરફથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.


આ પણ વાંચો:ભોપાલબન્યું જંતર-મંતર, શિક્ષક ભરતીમાં પદવધારાની માંગ સાથે ઉમેદવારોના અનિશ્ચિતકાળ સુધી ધરણા

આ પણ વાંચો:AIIMS ભોપાલના રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટની કડકાઈ વચ્ચે ટ્વિશા કેસના 7 વણઉકેલાયેલા સવાલો

આ પણ વાંચો:એર ઇન્ડિયા ભોપાલ-દિલ્હી ફ્લાઇટની જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામીથી ટળ્યો ખતરો