Not Set/ શું તંત્રને વિદ્યાર્થીઓની કોઇ પરવાહ નથી, આંતરિયાળ વિસ્તારનો વિકાસ અધ્ધરતાલે

બનાસકાંઠા, બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારનો વિકાસ અધ્ધરતાલે આવી ગયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર થઇ ગયા છે..ખાનગી જીપ પર લટકી વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. ત્યારે બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શું તંત્રને આ વિદ્યાર્થીઓના જીવનની કોઇ પરવાહ નથી..? શુ તંત્ર […]

Top Stories Gujarat
04 5 શું તંત્રને વિદ્યાર્થીઓની કોઇ પરવાહ નથી, આંતરિયાળ વિસ્તારનો વિકાસ અધ્ધરતાલે

બનાસકાંઠા,

બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારનો વિકાસ અધ્ધરતાલે આવી ગયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર થઇ ગયા છે..ખાનગી જીપ પર લટકી વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે.

ત્યારે બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શું તંત્રને આ વિદ્યાર્થીઓના જીવનની કોઇ પરવાહ નથી..? શુ તંત્ર કોઇ દુઘર્ટનાની રાહ જોઇ રહ્યુ છે..? તેવા અનેક સવાલો ઉભા થાય છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જિલ્લામાં ST પર મુસાફરી કરતા હતા. પણ STની અનિયમિતતાને લીધે વિદ્યાર્થીઓને ખાનગી જીપનો સહારો લેવો પડી રહ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં છે. ત્યારે તંત્ર નિંદ્રાધીન થઇ ગયો છે. ત્યારે હવે તંત્ર ક્યારે ઘોર નિદ્વામાંથી જાગે છે. એ હવે જોવુ રહ્યુ..