ગાંધીનગરઃ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અંબાજીધામ, ખેરાલુ અને એકતાનગર ખાતે યોજાનારા લોકાર્પણ-ખાતમુહૂર્તના વિવિધ વિકાસકામો સહિતના કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપ્યો છે.
બીજી તરફ 30મી ઓક્ટોબરના રોજ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળશે. બેઠકમાં સોમનાથના વિકાસ મુદ્દે સમીક્ષા હાથ ધરાશે. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણી પણ હાજર રહશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2021માં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટનાં અધ્યક્ષ બન્યા છે. સોમનાથ સાથે વિદ્વાનો સાક્ષરો અને નેતાઓનો અનેરો નાતો હંમેશા જોડાયેલો રહ્યો છે. તેઓ સોમનાથમાં અનેરી શ્રદ્ધા પણ ધરાવે છે. પીઓમ મોદી આર.એસ.એસ.નાં પ્રચારક હતા ત્યારથી જ સોમનાથ મહાદેવનાં દર્શને આવતા હતા.
આઝાદ ભારતનાં પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો સોમનાથ સાથે જૂનો નાતો છે. સરદાર સહાબે જ સોમનાથનાં પુનઃનિર્માણનું પ્રણ લીધું હતું. અને તેઓ એજ પૂર્ણ કર્યું. આજે જે સોમનાથ મંદિરનાં આપણે દર્શન કરીએ છીએ તો સરદાર સાહેબને આભારી છે.
આ પણ વાંચોઃ Murder/ભાવનગરમાં લુખ્ખાતત્વો બેફામ, રોડ પર છરીના ઘા ઝીંકી વેપારીની હત્યા
આ પણ વાંચોઃ Surat/સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ જિંદગી બુઝાઈ
આ પણ વાંચોઃ kerala/એર્નાકુલમમાં કન્વેન્શન સેન્ટરમાં જોરદાર બ્લાસ્ટ, એકનું મોત, અનેક લોકો ઘાયલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp, Telegram, Instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.