PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 મી માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. મહાવીર જયંતીના પવિત્ર અવસરે પીએમ મોદીએ ગાંધીનગરના કોબા ખાતે અત્યંત આધુનિક અને જૈન ધર્મના અમૂલ્ય વારસા સમાન ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરીને પોતાના પ્રવાસની શરૂઆત કરી છે. આજે પીએમ મોદીના હસ્તે રાજ્યમાં કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.

કોબામાં આધ્યાત્મિક શક્તિનો અહેસાસ
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના સ્વપ્ન સમાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ મ્યુઝિયમ મૂલ્યોનું સંરક્ષણ, સંસ્કારનું સંબલ અને જ્ઞાનનું પોષણ કરશે. નોંધનીય છે કે આ મ્યુઝિયમમાં રખાયેલા અવશેષો આચાર્યશ્રીએ 60 વર્ષની ભારત-નેપાળની પદયાત્રા દરમિયાન એકત્ર કર્યા છે. વધુમાં પીએમએ સમ્રાટ સંપ્રતિનો આદર્શ ટાંકતા જણાવ્યું કે તેમણે સત્તાને ભોગ નહીં પણ સેવા અને સાધનાનું સાધન માન્યું હતું. આગામી 23મી એપ્રિલથી આ મ્યુઝિયમ જનતા માટે ખુલ્લું મુકાશે.

ભારત બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ
આધ્યાત્મિકતા બાદ હવે પીએમ મોદી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધશે. સાણંદ ખાતે પીએમ મોદી કેઇન્સ સેમિકોન (Kaynes Semicon) ના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ ગુજરાતને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં વૈશ્વિક ઓળખ અપાવશે અને હજારો યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલશે.
PM Modiએ આપી એક્સપ્રેસ-વેની ભેટ
પરિવહન ક્ષેત્રે પીએમ મોદી આજે ગુજરાતને મોટી ભેટ આપશે, જેમાં ₹5100 કરોડના ખર્ચે બનેલા 109 કિમી લાંબા અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે (NE-8) નું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સમયની મોટી બચત થશે, જેના કારણે હવે અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં અને ભાવનગર માત્ર પોણા બે કલાકમાં પહોંચી શકાશે.
વાવ-થરાદમાં જંગી વિકાસકાર્યોનો શિલાન્યાસ
પ્રવાસના અંતિમ ચરણમાં વડાપ્રધાન બનાસકાંઠાના વાવ-થરાદ પહોંચશે. અહીં તેઓ અંદાજે ₹19,800 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ ઉત્તર ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં મોટો વધારો કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં District Tourism Development Society: ગુજરાત સરકારે પ્રવાસન વિકાસ માટે ખોલ્યો 10 કરોડનો ફંડ ગેટવે
આ પણ વાંચો: ભારતમાં પ્રચલિત થતો નવો શબ્દ શું છે? મુસાફરોને કુદરતી સૌંદર્યનો અહેસાસ કરાવતું….
આ પણ વાંચો: ભારતમાં પ્રચલિત થતો નવો શબ્દ શું છે? મુસાફરોને કુદરતી સૌંદર્યનો અહેસાસ કરાવતું….
