kerala/ એર્નાકુલમમાં કન્વેન્શન સેન્ટરમાં જોરદાર બ્લાસ્ટ, એકનું મોત, અનેક લોકો ઘાયલ

કેરળના એર્નાકુલમમાં રવિવારે સવારે એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત અને 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 29T122902.319 એર્નાકુલમમાં કન્વેન્શન સેન્ટરમાં જોરદાર બ્લાસ્ટ, એકનું મોત, અનેક લોકો ઘાયલ

કેરળના એર્નાકુલમમાં રવિવારે સવારે એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત અને 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કલમસેરી પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ઘણા લોકો કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના સભા માટે એકઠા થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પહેલો બ્લાસ્ટ સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યારપછીની થોડી મિનિટોમાં એક પછી એક વિસ્ફોટ થયા.

જણાવવામાં આવ્યું છે કે આ ત્રણ દિવસીય પ્રાર્થના સભાનો રવિવાર છેલ્લો દિવસ હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે વિસ્ફોટ થયા ત્યારે પ્રાર્થના સભામાં લગભગ બે હજાર લોકો એકઠા થયા હતા. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જ કેએ કહ્યું કે તેમણે કલામાસેરી બ્લાસ્ટને લઈને તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધા છે. તેમજ રજા પર ગયેલા તમામ આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક કામ પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે.

આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ અંગે કેરળ પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાની નોંધ લીધી છે. બ્લાસ્ટની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરશે. NIAની ફોરેન્સિક ટીમ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચવાની છે.


whatsapp ad White Font big size 2 4 એર્નાકુલમમાં કન્વેન્શન સેન્ટરમાં જોરદાર બ્લાસ્ટ, એકનું મોત, અનેક લોકો ઘાયલ


આ પણ વાંચો: Surat/ સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ જિંદગી બુઝાઈ

આ પણ વાંચો: PUNJAB/ કળીયુગી દીકરાએ 73 વર્ષની વૃદ્ધ માતાના વાળ પકડી ઢોર માર માર્યો, ઘટના CCTVમાં કેદ

આ પણ વાંચો: World Cup 2023/ ‘કરો યા મરો’ની મેચમાં આજે ઈંગ્લેન્ડ ભારતીય ટીમનો સામનો કરશે, જાણો કેવો છે રેકોર્ડ