Not Set/ હવે ધાર્મિક સ્થળો પર વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે

રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ અનેક ના મૃત્યુ પણ થયા હતા . કોરોના ની આ બીજી લહેર ને નિયંત્રણમાં લાવવા સરકાર અથાગ પ્રયત્નો કરે છે .ત્યારે સમગ્ર રાજ્ય માં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે .જેમાં હવે રસીકરણ કેન્દ્ર […]

Gujarat Surat Others
Untitled 250 હવે ધાર્મિક સ્થળો પર વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે

રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ અનેક ના મૃત્યુ પણ થયા હતા . કોરોના ની આ બીજી લહેર ને નિયંત્રણમાં લાવવા સરકાર અથાગ પ્રયત્નો કરે છે .ત્યારે સમગ્ર રાજ્ય માં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે .જેમાં હવે રસીકરણ કેન્દ્ર પર જઈને તુરંત જ રસી આપવામાં આવશે જેનાથી હવે વેક્સીન માટે વધુ રાહ જોવી નહિ પડે .વેક્સિનેશનની ઝડપ વધારવા માટે મહાનગરપાલિકા સતત પ્રચાર-પ્રસાર કરી રહી છે અને વેક્સિનેશન વધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે .જે અંતર્ગત જે સેન્ટર પર હવે રોજના 50 ટકાથી પણ ઓછા લોકો વેક્સિન લગાવી રહ્યા છે, તેવા સેન્ટરોને બંધ કરીને તેમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા  નવા વેક્સિનેશન સેન્ટર માટે મંદિર, ગુરુદ્વારા અને કોમ્યુનિટી સેન્ટર પર શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેમજ  દસ-પંદર સેન્ટર એવા છે જ્યાં હજી પણ 50 થી પણ ઓછા વ્યક્તિઓ વેકસિન લઈ રહ્યા છે.

મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે જે સાઇટ પર 40-50 લોકો હવે રોજ વેકસિન લઈ રહ્યા છે. ત્યાં હવે વધારે વ્યક્તિઓએ વેકસિન લઈ લીધી છે તેવું માની શકાય. જેથી આ સેન્ટરને હવે બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.