Not Set/ 25 જુન, 1975ના રોજ લગાવાઈ હતી ઈમરજન્સી, જાણો ઇન્દિરા ગાંધીના નિર્ણય પાછળ’નું શું હતું કારણ

26 જૂન 1975ના દિવસે તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ રેડિયો પર ઈમજરન્સીની કરી હતી જાહેરાત

India Trending
a 232 25 જુન, 1975ના રોજ લગાવાઈ હતી ઈમરજન્સી, જાણો ઇન્દિરા ગાંધીના નિર્ણય પાછળ'નું શું હતું કારણ

25 જુન, 1975નો દિવસ કે જેને ભારતમાં બ્લેક ડે તરીકે મનાવવામાં આવે છે, પરંતુ એની પાછળનું મુખ્ય કારણ છે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં લગાવેલી ઈમરજન્સી. ઇન્દિરા ગાંધીના આ નિર્ણયથી સૌ કોઈ દેશવાસી સ્તબ્ધ થઇ ગયા હતા અને વિચારમાં પડી ગયા હતા કે આ પાછળનું મુખ્ય કારણ શું હતું.

વાત કરીએ, 25 જૂન 1975ની તો, આ જ દિવસે રાતે અંદાજે રાત્રે 11.30 કલાકે તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી. હકીકતમાં, આ સૌથી મોટા નિર્ણયનું કારણ ઉત્તરપ્રદેશમાં આવેલા રાયબરેલીની સીટ છે.

21111d 1 25 જુન, 1975ના રોજ લગાવાઈ હતી ઈમરજન્સી, જાણો ઇન્દિરા ગાંધીના નિર્ણય પાછળ'નું શું હતું કારણ

આ દરમિયાન 12 જૂનના રોજ રાયબરેલી લોકસભા બેઠક પરથી આવેલા પરિણામો બાદ અલાહાબાદ હાઈકોર્ટમાં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ આ ચૂંટણી અંગેની અનિયમિતતાઓ મામલે નિર્ણય થયા બાદ દેશમાં રાજકીય ઘટનાઓએ જોર પકડ્યું હતું. 23 જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં શ્રીમતી ઈન્દિરા ગાંધીની અરજી પર સુનાવણી શરૂ થઈ. ત્યારબાદ જસ્ટિસ વી આર કૃષ્ણા ઐયરે અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયો પર કેટલીક શરતો સાથે રોક લગાવી દીધી. અદાલતે કહ્યું કે શ્રીમતી ગાંધી સંસદમાં ઉપસ્થિત થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તેમની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી સંસદમાં થનાર મીટિંગમાં તેઓ ભાગ નહીં લઈ શકે.”

રાયબરેલી લોકસભા બેઠકના પરિણામોની વાત કરીએ તો, આ ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને 1.83 લાખ વોટ અને રાજનારાયણને 71,000 વોટ મળ્યા હતા, પરંતુ રાજનારાયણ આ નિર્ણયને લઈને કોર્ટ પહોંચ્યા અને તેમને ઈન્દિરા ગાંધી પર સરકારી શક્તિઓનો દૂરૂપયોગ કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં વડાંપ્રધાન રહેતા ઈન્દિરા ગાંધીને કોર્ટમાં જવું પડ્યું હતું.

આ સમયમાં 12 જૂન 1975ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીને રાયબરેલી બેઠક પર ચૂંટણી અભિયાનમાં સરકારી મશીનરીનો દૂરૂપયોગ કરવા અંગે દોષી જાહેર કર્યા હતા અને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ ઈન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટની શરણે ગયાં હતાં. જ્યાં તેમને ફક્ત વડાપ્રધાનની ખુરશી પર યથાવત રહેવા માટે રાહત મળી હતી.

આપત્કાલના સમય દરમિયાન શું થયું ?

ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં લગાવાયેલી ઈમરજન્સીના નિર્ણયને સૌથી મોટો અને વિવાદાસ્પદ નિર્ણય માનવામાં આવે છે, જેનાથી દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ સમયમાં દેશમાં સ્થિતિ એ હતી કે, નાગરિકોના મૌલિક અધિકાર છીનવાઈ ગયા હતા અને સરકારનો વિરોધ કરવા પર જેલમાં મોકલવામાં આવતા હતા.

આ દરમિયાન આપાતકાલનો વિરોધ કરનારા દેશના અનેક મોટા રાજનેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં જુદી-જુદી પાર્ટીઓના નેતા અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, શરદ યાદવ, લાલુપ્રસાદ યાદવ, મુલાયમ સિંહ, જ્યોર્જ ફર્નાન્ડિસ, મોરારજી દેસાઈ, જેવા વિરોધી નેતાઓને જેલમાં પૂરી દેવાયા હતા. આ સાથે સાથે દેશમાં અંદાજે ઈમરજન્સી દરમિયાન 1.10 લાખ લોકોની ધરપકડ કરી જેલમાં મોકલાયા હતા.

આ ઉપરાંત આપાતકાલનો વિરોધ કરવામાં વિદેશી મીડિયા સાથે જોડાયેલા સંવાદદાતાઓનો પણ દેશનિકાલ કરાયો હતો અને ઈમરજન્સી વિરોધી સામગ્રીનું પ્રસારણ કરનારા અનેક મીડિયાકર્મીઓની ધરપકડ પણ થઈ હતી.

768 512 12255278 thumbnail 3x2 black 25 જુન, 1975ના રોજ લગાવાઈ હતી ઈમરજન્સી, જાણો ઇન્દિરા ગાંધીના નિર્ણય પાછળ'નું શું હતું કારણ

ઈમરજન્સીના લગાવવી ઇન્દિરા ગાંધીને પડી ભારે

ઇન્દિરા ગાંધી દ્વારા લગાવાયેલી ઈમરજન્સી અંતે 21 માર્ચ 1977ના દિવસે ઈમરજન્સી પૂર્ણ થઈ હતી, પરંતુ આ નિર્ણય બાદ યોજાયેલી ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને મોટો ફટકો પડ્યો હતો અને ઈન્દિરા ગાંધીની કોંગ્રેસે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

આપાતકાલ પત્યા પછી વર્ષ કોગ્રેસ 1977ની ચૂંટણીમાં 152 બેઠક પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન સ્થિતિ એ હતી કે, પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પણ રાયબરેલીથી પોતાની બેઠક ન બચાવી શક્યાં અને સંજય ગાંધી પણ અમેઠીથી હારી ગયા હતા. આ ચૂંટણીમાં જેપીની અધ્યક્ષતાવાળી જનતા પાર્ટી ગઠબંધન બહુમતમાં આવી. દેશમાં પહેલી વખત બિનકોંગ્રેસી સરકાર બની અને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે અત્યાર સુધીનો સૌથી વધુ ઉંમરલાયક વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઈએ શપથ લીધા હતા.