કટોકટી/ ઈન્દિરા ગાંધીની સરકારે કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ મૂક્યો હતો

કિશોર કુમારે સરકાર માટે ગીત ગાવાની ના પાડતા તેમના ગીતો પર ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો

Entertainment
kishor ઈન્દિરા ગાંધીની સરકારે કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ મૂક્યો હતો

5 જૂન, 1975 એ આ દેશનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટીની ઘોષણા કરી હતી. દેશમાં 21 મહિના માટે કટોકટી લાદવામાં આવી હતી, જે અંતર્ગત તમામ નાગરિક અધિકાર સ્થગિત કરવામાં આવ્યા હતા. પ્રેસ પર સેન્સરશીપ લાદવામાં આવી હતી, સરકાર જે ઇચ્છતી હતી તે જ ફક્ત સમાચાર પત્રમાં  છપાતું.  રેડિયો તો  પહેલાથી જ સરકારના અધિકારક્ષેત્રમાં હતા. સરકારની આ નીતિઓનો વિરોધ કરનાર કોઈપણને જેલમાં ધકેલી દેવામાં આવતા. કોઇપણ સરકાર વિરોધ બોલી શકતું ન હતું  સરકારની મનસ્વીતાનો વિરોધ કરનારાઓની યાદીમાં ગાયક-અભિનેતા કિશોર કુમારનું પણ નામ હતું અને તેમણે કિંમત ચૂકવવી પડી હતી.

કટોકટી દરમિયાન, કોંગ્રેસ સરકાર ઇચ્છતી હતી કે કિશોર કુમાર તેમના અવાજમાં ગીત ગાઈને સરકારી યોજનાઓની માહિતી આપે. કોંગ્રેસને એક અવાજની જરૂર હતી જે તેનો સંદેશ સામાન્ય લોકો સુધી પહોંચાડે. કિશોર કુમાર તે દિવસોમાં ખૂબ જ લોકપ્રિય હતા. આ માટે તેણે કિશોરકુમારનો સંપર્ક કર્યો.ઇન્દિરા ગાંધી સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન વી.સી. શુક્લાએ કિશોરકુમારને સંદેશ આપ્યો હતો કે તેઓએ ઇન્દિરા ગાંધી માટે ગીત ગાવાે જેથી સરકારનો અવાજ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પરંતુ કિશોર કુમારે આ ગીત ગાવાની ના પાડી. કિશોર કુમારે સંદેશ મોકલનારને પૂછ્યું કે તેમણે આ ગીત કેમ ગાવું જોઈએ, તેમણે કહ્યું, કેમ કે વીસી શુક્લાએ આ આદેશ આપ્યો છે.

આ આદેશ સાંભળીને કિશોરકુમાર ગુસ્સે થઈ ગયા અને તેમને ઠપકો આપ્યો. આ વાત કોંગ્રેસને આ વાત ના પસંદ પડી  તેઓએ કિશોરકુમારના ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન પરના ગીતો પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રતિબંધ કટોકટીના અંત સુધી 3 મે 1976 થી ચાલુ રહ્યો.