સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક સુધી બ્લોક કર્યા હતા. જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ સાઇટ કુ પર આ માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ યુએસ કાયદા ટાંકીને ટ્વિટરે કેન્દ્રીય પ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યું હતું.
ટ્વિટરના પ્રતિનિધિઓએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે અમે અમારી નીતિનું પાલન કરીએ છીએ, જે દેશના કાયદા અનુસાર છે. થોડા દિવસો પહેલા સંસદીય સમિતિએ ટ્વિટર પરથી તેમના નિયમો વિશે પૂછપરછ કરી હતી, અને કંપનીને સ્પષ્ટ કહ્યું હતું કે અમારે ત્યાં દેશનો કાયદો સૌથી મોટો છે, આપની નીતિ નહીં.