Not Set/ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે કાજોલની આ ફિલ્મ 

મુંબઈ કાજોલની અપકમિંગ ફિલ્મ ‘હેલિકોપ્ટર એલા’ની રિલીઝ ડેટ બલવામાં આવી છે તેની ડેટ બદલીને  હવે 7 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પહેલા ફિલ્મ 14 સપ્ટેમ્બરે રીલીઝ થાય તેવી અટકળો ચાલી રહી હતી. આ ફિલ્મમાં એક સિંગલ મધર અને તેના પુત્રની વાર્તા રજુ કરવામાં આવી છે. ડાયરેક્ટર પ્રદિપ સરકારના માર્ગદર્શનમાં બનેલ આ ફિલ્મમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા […]

Trending Entertainment
kkl 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે કાજોલની આ ફિલ્મ 

મુંબઈ

કાજોલની અપકમિંગ ફિલ્મ ‘હેલિકોપ્ટર એલા’ની રિલીઝ ડેટ બલવામાં આવી છે તેની ડેટ બદલીને  હવે 7 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પહેલા ફિલ્મ 14 સપ્ટેમ્બરે રીલીઝ થાય તેવી અટકળો ચાલી રહી હતી. આ ફિલ્મમાં એક સિંગલ મધર અને તેના પુત્રની વાર્તા રજુ કરવામાં આવી છે.

ડાયરેક્ટર પ્રદિપ સરકારના માર્ગદર્શનમાં બનેલ આ ફિલ્મમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રિદ્ધિ સેને કાજોલના પુત્રનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં કાજોલ એક એવી સિંગલ મધરની ભૂમિકામાં છે જે પોતાના પુત્રને ઉછેરવા માટે પોતાના સિંગર બનવાના સપનાને છોડી દે છે.

જોકે પુત્રને પોતાની માતાની વધુ પડતી ચિંતા અને જીવનમાં હસ્તક્ષેપ બિલકુલ પસંદ પડતો નથી. આ ફિલ્મ મિતેષ શાહના પુસ્તક એલા પર આધારીત છે.