Not Set/ શોર્ટસર્કિટથી ત્રણ લોકોના મોત, વીજ થાંભલો લગાવતી વખતે શોર્ટ લાગ્યો

ગીર સોમનાથ, ગીર સોમનાથના રામપરા ગામમાં શોર્ટસર્કિટના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. રામપરા ગામે વીજ થાંભલો ઉભો  કરતી વખતે શોર્ટ લાગ્તા મોત નિપજ્યું હતું.   પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના એક મજૂરની વાડીમાં  બે માસીયા ભાઇઓ મદદ કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. વિજથાંભલો નમીને બાજુમાંથી પસાર થતી 11 કેવી લાઈનનો શોર્ટ લાગતા એક […]

Top Stories Gujarat Trending
afsd 7 શોર્ટસર્કિટથી ત્રણ લોકોના મોત, વીજ થાંભલો લગાવતી વખતે શોર્ટ લાગ્યો

ગીર સોમનાથ,

ગીર સોમનાથના રામપરા ગામમાં શોર્ટસર્કિટના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. રામપરા ગામે વીજ થાંભલો ઉભો  કરતી વખતે શોર્ટ લાગ્તા મોત નિપજ્યું હતું.

 

પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના એક મજૂરની વાડીમાં  બે માસીયા ભાઇઓ મદદ કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. વિજથાંભલો નમીને બાજુમાંથી પસાર થતી 11 કેવી લાઈનનો શોર્ટ લાગતા એક મજૂર અને 2 માસીયાઇ ભાઈઓના ઘટના સ્થળે મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી. ત્રણેયના મૃતદેહને પીએમ માટે વેરાવળ સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.