Not Set/ SC એ J&K નાં હોસ્પિટલોમાં ફોન અને ઇન્ટરનેટ તુરંત શરૂ કરવા આપ્યો આદેશ, કેન્દ્રને આપી નોટીસ

જમ્મુ કશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી જ તણાવભર્યુ વાતાવરણ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. અહી છેલ્લા ઘણા દિવસોથી ફોન અને ઇન્ટરનેટ બંધ હાલતમાં છે. ત્યારે કલમ 370 લાગુ કર્યાને પડકાર આપતી 12 અરજીઓ પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી થઇ. આ દરમિયાન સુપ્રિમ કોર્ટમાં જમ્મુ કશ્મીરનાં હોસ્પિટલ અને અન્ય મેડિકલ સંસ્થાઓમાં લેન્ડ લાઇન અને હાયસ્પીડ ઇન્ટરનેટ […]

Top Stories India
SupremeCourtofIndia SC એ J&K નાં હોસ્પિટલોમાં ફોન અને ઇન્ટરનેટ તુરંત શરૂ કરવા આપ્યો આદેશ, કેન્દ્રને આપી નોટીસ

જમ્મુ કશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી જ તણાવભર્યુ વાતાવરણ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. અહી છેલ્લા ઘણા દિવસોથી ફોન અને ઇન્ટરનેટ બંધ હાલતમાં છે. ત્યારે કલમ 370 લાગુ કર્યાને પડકાર આપતી 12 અરજીઓ પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી થઇ.

Image result for supreme court kashmir 370

આ દરમિયાન સુપ્રિમ કોર્ટમાં જમ્મુ કશ્મીરનાં હોસ્પિટલ અને અન્ય મેડિકલ સંસ્થાઓમાં લેન્ડ લાઇન અને હાયસ્પીડ ઇન્ટરનેટ સર્વિસ તાત્કાલિક શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે રાજ્યમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ થવાને લઇને કેન્દ્રને નોટીસ જાહેર કર્યુ છે. સુપ્રિમ કોર્ટમાં કાશ્મીર ટાઇમ્સના સંપાદક અનુરાધા ભસિન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવવા અને જમ્મુ-કાશ્મીરમાં પત્રકારો અને પ્રેસનાં સ્વતંત્ર આવાજાહીની માંગ કરતી અરજીને સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચની પાસે મોકલી આપ્યુ. એ પણ સ્પષ્ટ કરાયું છે કે કલમ 370 સંબંધિત તમામ અરજીઓની સુનાવણી જસ્ટિસ રમન્નાની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચ દ્વારા કરવામાં આવશે. આમ 1 ઓક્ટોબરથી ન્યાયાધીશ રમન્નાની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચ 370 વિરુદ્ધ દાખલ તમામ અરજીઓની સુનાવણી કરશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.