Air India/ એર ઈન્ડિયાએ ક્રૂ મેમ્બર માટે જાહેર કરી ગાઈડલાઈન- લિપસ્ટિકથી લઈને નેલ પેઈન્ટ સુધીના બતાવ્યા નિયમો

ટાટા ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવ્યા બાદ એર ઈન્ડિયામાં બદલાવ આવી રહ્યા છે. હવે એરલાઈન્સે તેમના ક્રૂ મેમ્બર માટે ચાર પાનાની ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ક્રૂ મેમ્બરોએ કેવી રીતે પોશાક પહેરીને આવવું પડશે.

India Trending
ગાઈડલાઈન

એર ઈન્ડિયાની એર હોસ્ટેસ હવે તેમની પસંદગીની લિપસ્ટિક નહીં લગાવી શકશે. એર ઈન્ડિયાએ તેના ક્રૂ મેમ્બર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ મુજબ, પુરૂષ અને મહિલા ક્રૂ મેમ્બરોએ નિર્ધારિત ડ્રેસ પહેરવાનો રહેશે અને માર્ગદર્શિકા અનુસાર પોશાક પહેરીને આવવાનું રહેશે. કંપનીએ લિપસ્ટિકથી લઈને નેલ પેઈન્ટ સુધીના નિયમો બતાવ્યા છે.

મહિલા ક્રૂ સભ્યો માટે નવી ગાઈડલાઈન 

મહિલાઓ કંપની દ્વારા નક્કી કરાયેલ શેડ કાર્ડ મુજબ મેકઅપ કરશે. આઈશેડો, લિપસ્ટિક, નેલ પેઈન્ટ અને હેર શેડ કાર્ડનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમારી પસંદગીના રંગોનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.

ફાઉન્ડેશન અને કન્સિલર ફરજિયાત છે.

નેલ પેઈન્ટનો રંગ યુનિફોર્મ સાથે મેળ ખાતો હોવો જોઈએ. લાલ યુનિફોર્મ માટે લાલ અને કોરલ, વાદળી યુનિફોર્મ સાથે ગુલાબી અને ન્યૂડ, પર્લ વ્હાઇટ અને ફ્રેન્ચ મેનીક્યુર બંને યુનિફોર્મ સાથે જશે.

મહિલાઓ જેલ નેલ પેઈન્ટ અને ફ્રેન્ચ મેનીક્યોરનો ઉપયોગ કરી શકે છે.

એપ્રોન બંધ કરવામાં આવ્યું છે. તેને પહેરશો નહીં. ઈન્ડો-વેસ્ટર્ન યુનિફોર્મ સાથે બ્લેક બ્લેઝર પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

સાડી અથવા ઈન્ડો વેસ્ટર્ન યુનિફોર્મ સ્ટોકિંગ્સ પહેરવા પડશે. તે ત્વચા ટોન સાથે મેળ ખાતી હોવી જોઈએ.

કંપની દ્વારા જારી કરાયેલ બ્લેક કાર્ડિગન શિયાળામાં બોર્ડિંગ અને ડિપ્લેનિંગ માટે પહેરી શકાય છે. કાર્ડિગન અને કમરકોટ એકસાથે પહેરવા યોગ્ય નથી.

સ્ત્રીઓ મોતીથી બનેલા ઘરેણા પહેરી શકતી નથી. ગોળ આકારના સોના અથવા હીરાના સ્ટડને સુશોભન ડિઝાઇન વિના પહેરી શકાય છે.

સ્ત્રીઓ સાડી પહેરે ત્યારે જ બિંદી લગાવી શકે છે. તેની ગોળાકારતા 0.5 સે.મી.થી વધુ ન હોવી જોઈએ.

મહિલાઓ બંને હાથમાં એક-એક વીંટી પહેરી શકે છે. તેની જાડાઈ 1 સે.મી.થી વધુ ન હોવી જોઈએ. એક તરફ બે રિંગ્સની મંજૂરી નથી.

સોના અથવા ચાંદીની એક પાતળી બંગડી બંને હાથમાં પહેરી શકાય.

વાળનો બન ઊંચો ન હોવો જોઈએ. તમે તમારા વાળમાં ચાર કાળા રંગની પિન લગાવી શકો છો.

 પુરૂષ ક્રૂ સભ્યો માટે માર્ગદર્શિકા

વાળ સરસ રીતે કટ કરેલા હોવા જોઈએ. વાળનો રંગ કુદરતી હોવો જોઈએ. ગ્રે વાળ ન હોવા જોઈએ. ફેશનેબલ હેર કલર અને મહેંદીને મંજૂરી નથી.

જો માથા પર વાળ ન હોય તો તેને રોજ સેવ કરવી જોઈએ. રોજ દાઢી કરીને આવું પડશે.

માત્ર એક જ વીંટી પહેરી શકે છે. તેના પર કોઈ ડિઝાઈન પણ ન હોવી જોઈએ. શીખ ક્રૂ મેમ્બર્સ કાડા પહેરી શકે છે. તેની જાડાઈ 0.5 સે.મી.થી વધુ ન હોવી જોઈએ. કડુ સોના અથવા ચાંદીની હોવી જોઈએ. તેના પર કોઈ લોગો, ડિઝાઈન કે પથ્થર ન હોવો જોઈએ.

બ્લેક જેકેટ પહેરવું જોઈએ. વ્યક્તિગત ટાઈ પિનને મંજૂરી નથી.

આ પણ વાંચો:કેન્દ્રનો વળતો જવાબઃ મુખ્ય ચૂંટણી કમિશ્નરોની નિમણૂક સુપ્રીમનું કાર્યક્ષેત્ર નથી

આ પણ વાંચો:ટેક્સના કેસોનો નિકાલ ઝડપી બનશે, સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ બેન્ચ રચી

આ પણ વાંચો:સેનાના ‘અપમાન’ પર વિવાદ થતા ગલવાન નિવેદન મામલે રિચા ચઢ્ઢાએ માફી માંગી