વિવાદ/ સેનાના ‘અપમાન’ પર વિવાદ થતા ગલવાન નિવેદન મામલે રિચા ચઢ્ઢાએ માફી માંગી

અભિનેત્રી રિચા ચઢ્ઢા તેના એક ટ્વિટથી વિવાદોમાં ફસાઈ ગઈ છે. અભિનેત્રીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok) વિશે એક ટ્વીટ કર્યું, જેણે હંગામો મચાવ્યો

Top Stories India
28 2 સેનાના 'અપમાન' પર વિવાદ થતા ગલવાન નિવેદન મામલે રિચા ચઢ્ઢાએ માફી માંગી

અભિનેત્રી રિચા ચઢ્ઢા તેના એક ટ્વિટથી વિવાદોમાં ફસાઈ ગઈ છે. અભિનેત્રીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok) વિશે એક ટ્વીટ કર્યું, જેણે હંગામો મચાવ્યો. રિચાએ સૈન્ય અધિકારીના નિવેદનવાળી ટ્વીટને રીટ્વીટ કરી અને લખ્યું ‘ગલવાન સેઝ હાય’. હવે રિચા ચઢ્ઢાના આ ટ્વિટની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી છે. ભાજપના નેતાઓએ તેને શરમજનક ગણાવી કાર્યવાહીની માંગ કરી છે. વિવાદ વધતાં અભિનેત્રીએ એક નિવેદન જારી કરીને માફી માંગી હતી.

રિચા ચઢ્ઢાએ માફી માંગી
આ મામલે વધી રહેલા વિવાદને જોતા અભિનેત્રી રિચા ચઢ્ઢાએ માફી માંગી છે. તેણીએ એક નિવેદન ટ્વીટ કર્યું છે, જેમાં કહ્યું છે કે જો ત્રણ શબ્દોને લઈને વિવાદ થયો હોય અને જો તેનાથી કોઈને ખરાબ લાગ્યું હોય અથવા દુઃખ થયું હોય, તો હું માફી માંગુ છું. આ મારો ઈરાદો ક્યારેય હોઈ શકે નહીં.

સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સેના પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. માત્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે. રિચાએ આ નિવેદનવાળી ટ્વીટ પર જવાબ આપ્યો છે, જેણે હંગામો મચાવ્યો છે. જોકે તેણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે.