Bollywood star/ ગૌહર ખાને તેના ફર્સ્ટ મધર્સ ડેની કરી ઉજવણી, પોસ્ટ શેર કરતા કહી આ વાત

બિગ બોસ 7ની વિજેતા રહેલી ગૌહર ખાને તાજેતરમાં જ માતા બની છે. નવી મમ્મી બનેલી ગૌહર ખાન પહેલીવાર માતા બનવા વિશેની પોતાની લાગણીઓને શેર કરી છે.

Trending Entertainment
ગૌહર ખાન

બોલીવુડ એક્ટ્રેસ ગૌહર ખાન માતા બની ગઈ છે, તેણે 10મી મેના રોજ એક બાળકને જન્મ આપ્યો છે. અને તે ગર્ભાવસ્થા બાદના તબક્કાનો ભરપુર આનંદ માણી રહી છે, ત્યારે ખાન પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. માતા બન્યાના પાંચ દિવસ બાદ ગૌહર ખાને પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.તાજેતરમાં ગૌહર ખાને તેનો પ્રથમ મધર્સ ડે ઉજવ્યો અને માતૃત્વમાં પ્રવેશવા અંગેની તેની લાગણીઓ શેર કરી.

ગઈકાલે રાત્રે તેના બાળકનું ધ્યાન રાખતી વખતે ગૌહરે મધર્સ ડેના એક દિવસ પછી એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તે માતા બનીને ધન્ય અને ખુશીની લાગણી અનુભવે છે. તેણીએ વધુમાં ઉમેર્યું કે તે કેવી રીતે મધર્સ ડે પર એક સંપૂર્ણ પિક્ચરને ગ્લેમ અપ કે શેર કરી શકતી નથી.

ગૌહર આ સેલ્ફીમાં એકદમ સામાન્ય દેખાઈ રહી છે અને કોઈપણ મેકઅપ વગર આ પોસ્ટ શેર કરી છે. પણ સાથે જ માતા બનવાનું તેજ તેના ચેહરા પર સાફ દેખાઈ રહ્યું છે. આ સાથે તેને પોસ્ટને કેપ્શન આપ્યું અને લખ્યું કે “તો રાતના 12 વાગી ગયા છે, નવી મમ્મી તરીકે મારા પ્રથમ મધર્સ ડેનો 1 દિવસ પસાર થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

અલહમદુલિલ્લાહ દરેક વસ્તુ માટે અને તે દરેક માટે જેણે તેને મારા માટે ખાસ બનાવ્યું છે. ફક્ત મારા બાળકને પકડી રાખવું એ અલ્લાહ તરફથી મારી શ્રેષ્ઠ ભેટ છે. અલ્લાહુમ્મા બારીક ફીહી. દર વર્ષે હું એવી તમામ માતાઓ માટે પોસ્ટ લખું છું જેમણે મારા જીવનને પ્રભાવિત કર્યું છે, પરંતુ મારા માટે મધર્સ ડે 2023ની સૌથી ખાસ વાત એ હતી કે મારી મમ્મીએ મને મધર્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.

આ સાથે જ તેના મિત્રો અને ચાહકોએ પોસ્ટ પર કમેન્ટ કરી હતી. જેમાં સમીરા રેડ્ડીએ લખ્યું, કે  “આ એક રીયલ મમ્મીનો ચમકતો ચહેરો છે! ગોર્જિયસ! અભિનંદન “, તીજય સિદ્ધુએ ટિપ્પણી કરી “હેપ્પી ફર્સ્ટ મધર્સ ડે, માય ડીયર!” અને શિબાની બેદીએ કહ્યું, “તમને અપાર પ્રેમ મોકલું છું”.

તેના ચાહકોએ પણ ટિપ્પણી કરી, તેમાંથી એકે લખ્યું, “અલ્લાહ તમને અને તમારા બાળકને સારૂ સ્વાસ્થ્ય આપે. આયત-ઉલ-કુર્સીનો પાઠ કરો, બીજી કોમેન્ટમાં લખ્યું હતું કે “હું બાળકનું નામ જાણવા માટે ઉત્સુક છુ.

25 ડિસેમ્બર 2020 ના રોજ, ગૌહર અને ઝૈદે મુંબઈની ITC ગ્રાન્ડ મરાઠા હોટેલમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ બંનેની ઉંમરમાં 12 વર્ષનું અંતર છે, પરંતુ તેઓ કહે છે કે પ્રેમ ઉંમર અને ધર્મ જોતો નથી, બસ એ તો થઇ જાય છે. અભિનેત્રીનો પતિ ઝૈદ કોરિયોગ્રાફર છે. તેઓ સંગીત નિર્દેશક ઈસ્માઈલ દરબારનો પુત્ર છે.

આ પણ વાંચો: Ahemdabad/રકુલ પ્રીત સિંહએ અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો.

આ પણ વાંચો: Bollywood/રાખી સાવંતને મળી હત્યાની ધમકી,કેટલું છે વાતમાં સત્ય આવો જાણીએ