અમદાવાદની 16 વર્ષની દીકરી ખુશબુ સરોજ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. એએફસી (એશિયન ફુટબોલ કોન્ફેડરેશન) અન્ડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતી તરીકે ખુશબુ સરોજની પસંદગી થઈ છે.
માહિતી અનુસાર, મોટા ભાગે રાષ્ટ્રીય ટીમમાં મણિપુર અને ઓડિશાની મહિલા ફુટબોલર્સનો દબદબો વધુ હોય છે ત્યારે તેમની વચ્ચે ગુજરાતની દીકરીએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે પ્રવેશ મેળવતાં રાજ્યની અન્ય દીકરીઓને ફુટબોલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળી છે. ખુશબુ સરોજ હવે 19થી 24 સપ્ટેમ્બર દરમિયાન થાઇલેન્ડમાં એએફસી અન્ડર-17 મહિલા ચેમ્પિયનશિપના ક્વૉલિફાયર રાઉન્ડ-2માં ભાગ લેવા રવાના થશે.
ખુશબુ સરોજ ગત વર્ષે ગુજરાતમાં રમાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની મહિલા ટીમ તરફથી સૌથી નાની ઉમરમાં રમનારી પહેલી યુવા મહિલા ફૂટબોલર બની હતી. ખુશબુએ ગુજરાતની સીનિયર મહિલા ટીમ તરફથી નેશનલ ચેમ્પિયનશિપમાં રમતાં સૌથી વધુ છ ગોલ ફટકાર્યા હતા. ખુશબુને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે તેના માતા-પિતાએ પણ ઘણો સંઘર્ષ કર્યો છે. ખુશબુ સરોજની સફળતામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનની સાથે સાથે કહાની ફૂટબોલ એકેડેમીનાં સ્થાપક મનીષા શાહ અને તેનાં કોચ લલિતા સાહનીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે.
આ પણ વાંચો: Supreme Court/ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર આપ્યો નિર્દેશ, અનાથ બાળકોને કોવિડ-19 યોજનાઓનો લાભ આપો
આ પણ વાંચો: Rain/ ગુજરાતમાં ફરી મેઘરાજાનું જોર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: મોટા સમાચાર/ સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક