Not Set/ કેરળ HC તરફથી શ્રીસંતને મોટી રાહત,આજીવન પ્રતિબંધ હટાવ્યો

સ્પોર્ટ ફિક્સિંગના મામલામાં બીસીસીઆઇ દ્વારા ક્રિકેટ ખેલાડી શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેરળ હાઇ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. સોમવારે કેરળ હાઇ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ હટાવતા શ્રીસંતને મોટી રાહત મળી છે. વર્ષ 2013માં આઇપીએલ-6 સ્પોર્ટ ફિક્સિંગના પ્રકરણમાં શ્રીસંત દોષી સાબિત થતાં બીસીસીઆઇ દ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જુલાઇ […]

Sports

સ્પોર્ટ ફિક્સિંગના મામલામાં બીસીસીઆઇ દ્વારા ક્રિકેટ ખેલાડી શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેરળ હાઇ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. સોમવારે કેરળ હાઇ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ હટાવતા શ્રીસંતને મોટી રાહત મળી છે. વર્ષ 2013માં આઇપીએલ-6 સ્પોર્ટ ફિક્સિંગના પ્રકરણમાં શ્રીસંત દોષી સાબિત થતાં બીસીસીઆઇ દ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

જુલાઇ 2015માં નવી દિલ્હીની ટ્રાયલ કોર્ટ દ્વારા શ્રીસંત પરના આરોપો નકારાયા હતા, આમ છતાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ(બીસીસીઆઇ) એ તેને સ્કોટિશ લીગ રમવા માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ'(એનઓસી)ના પાડી હતી. તેનાથી નારાજ શ્રીસંતે કહ્યું હતું કે જ્યારે મારા આજીવન પ્રતિબંધ મામલે કોઈ સત્તાવાર પત્ર નથી તો મને રમવાથી કેમ રોકવામાં આવે છે. હું જ્યારે તિહાડ જેલમાં હતો ત્યારે મને માત્ર એક સસ્પેન્શન લેટર મળ્યો હતો. જે 90 દિવસ સુધી જ માન્ય હતો. આખરે કેરળ હાઇ કોર્ટ દ્વારા સોમવારે આ પ્રતિબંધ હટાવી લીધો છે. આ અંગે શ્રીસંતે જણાવ્યું હતું કે, મને મોટી રાહત મળી છે. આખરે ન્યાય મળ્યો ખરો. હું હવે આ અંગે વધુ વિચારવા નથી માંગતો, કારણ કે ભૂતકાળ બદલી શકાવાનો નથી.