ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો – IPL 2021 / સંજુ સેમસન ચુક્યો Orange Cap, Purpal Cap ની રેસમાં આ ખેલાડીની આસપાસ પણ નથી કોઇ
જોકે ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાનાં આ નિર્ણયને ખોટો સાબિત કર્યો અને ટીમનાં ઓપનર સ્મૃતિ મંધાના અને સેફાલી વર્માએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર અડધી સદીની ભાગીદારી કરી હતી અને પછી જ્યારે સદીની ભાગીદારી થવાની હતી ત્યારે ટીમનાં 93 રનનાં સ્કોર પર શેફાલી વર્માની વિકેટ પડી હતી. ભલે આ બે બેટ્સમેનો 100 રન ઉમેરી ન શક્યા પણ તેઓએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ બંને બેટ્સમેનોએ 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. હવે મંધાના અને શેફાલીની જોડી ભારતીય ઓપનિંગ જોડી તરીકે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ રનની પાર્ટનરશીપ કરતી જોડી બની ગઇ છે. જણાવી દઇએ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ડે નાઈટ-ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. પિંક બોલથી રમાયેલી આ ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. સ્મૃતિ મંધાનાએ પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારત માટે ઇતિહાસ સર્જ્યો છે. તે પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારત માટે ફિફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ટીમ તેની પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચ રમી રહી છે.
A third Test half-century for Smriti Mandhana👏
📺 Watch the match live on https://t.co/CPDKNxoJ9v in select regions!#AUSvIND | https://t.co/cKISkEeePw pic.twitter.com/pCvEdihDrF
— ICC (@ICC) September 30, 2021
આ પણ વાંચો – IPL 2021 / વિરાટ ટીમની જીત બાદ Elon Musk એ કરેલુ ટ્વીટ કેમ થઇ રહ્યુ છે Viral?
મંધાનાએ 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ઇનિંગમાં સ્મૃતિએ 11 ચોક્કા ફટકાર્યા હતા. તેની ટેસ્ટ કારકિર્દીમાં આ તેની ત્રીજી અડધી સદી છે. આ પહેલા મંધાના અને શેફાલી વર્મા વચ્ચે 93 રનની ભાગીદારી થઇ હતી. શેફાલીએ 31 રન બનાવ્યા હતા. તેણે આ બોલ 64 બોલમાં બનાવ્યા અને ચાર ચોક્કા ફટકાર્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અન્નાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહામ, ડાર્સી બ્રાઉન અને સ્ટેલા કેમ્પબેલ ઓસ્ટ્રેલિયા માટે જ્યારે યસ્તિકા ભાટિયા અને મેઘના સિંહે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.
