IPL Auction/ આ 5 વિદેશી ખેલાડીઓ થયા માલામાલ, આ ખેલાડી બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

IPL 2021 માટે ખેલાડીઓનું ઓક્શન આજે યોજાયુ હતુ. ફ્રેન્ચાઇઝીમાં ખેલાડીઓ ખરીદવાની હરીફાઈ થઇ હતી.

Sports

IPL 2021 માટે ખેલાડીઓનું ઓક્શન આજે યોજાયુ હતુ. ફ્રેન્ચાઇઝીમાં ખેલાડીઓ ખરીદવાની હરીફાઈ થઇ હતી. જણાવી દઇએ કે, 292 ખેલાડીઓનું ઓક્શન આજે થયુ. આઈપીએલ 2021 ની હરાજીથી ફરી એકવાર વિદેશી ક્રિકેટરો સ્તબ્ધ થઈ ગયા છે. યુવરાજ સિંહની પાસે આઈપીએલનાં ઇતિહાસમાં સૌથી મોટી બોલી લગાવવાનો રેકોર્ડ હતો, પરંતુ હવે તેનો રેકોર્ડ તૂટી ગયો છે. તે પણ વિદેશી ખેલાડી દ્વારા આ રેકોર્ડને તોડવામાં આવ્યો છે. હા, ક્રિસ મોરિસે આઈપીએલ 2021 ની હરાજીમાં 16 કરોડ 25 લાખ મેળવ્યા છે. આ સાથે, તે આઈપીએલની હરાજીમાં ખરીદીયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આપને જણાવી દઇએ કે, ટોચનાં 5 વિદેશી ખેલાડીઓ વિશે જેમણે આઈપીએલ 2021 ની હરાજીમાં કરી મોટી કમાણી.

IPL / કૃષ્ણપ્પા ગૌતમ માલામાલ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો

ક્રિસ મોરિસ

દક્ષિણ આફ્રિકાનનાં ઓલ-રાઉન્ડર ખેલાડી હરાજીમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16 કરોડ 25 લાખ રૂપિયામાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ રકમ સાથે, મોરિસ આઈપીએલનાં ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ પહેલા ભારતનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સૌથી મોંઘા ખેલાડી તરીકે જાણીતો હતો. મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે પણ આજની હરાજીમાં મોરિસનાં નામે બોલી લગાવી હતી. જોકે, રાજસ્થાન એ બધાને હરાવી તેને મેળવ્યો હતો.

કાયલ જૈમીસન

ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર જૈમિસન આઈપીએલ 2021 ની હરાજીમાં બીજો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ 7.5 લાખ હતી. કિંગ્સ ઇલેવન પંજાબે પણ તેને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અંતે RCB એ તેને મેળવવામાં સફળ રહી હતી.

ગ્લેન મેક્સવેલ

ઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ માટે પણ હરાજી ફળદાયી રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેના માટે બોલી લગાવી હતી. અંતે, વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબીએ ચેન્નઈને હરાવી અને પોતાની ટીમમાં તેને શામેલ કરવા માટે 14.25 કરોડ દાવ પર લગાવ્યા છે. ગયા વર્ષે પણ મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL Auction LIVE / આખરે હરભજન સિંહને મળી આ ટીમમાં જગ્યા, કેદાર જાદવને આ ટીમે ખરીદ્યો

જાય રિચર્ડસન

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઓસ્ટ્રેલિયાનાં 24 વર્ષીય ઝડપી બોલર જાય રિચર્ડસનને ખરીદવાની તૈયારી બતાવી હતી. જોકે, તેના પર પંજાબ કિંગ્સે રસ દાખવ્યો અને અંત સુધી તેને ખરીદવા માટે સંઘર્ષ કર્યો. આખરે, આ યુવા બોલર 14 કરોડની ખર્ચાળ રકમ સાથે પંજાબની ટીમનો ભાગ બન્યો છે. તેની બેઝ પ્રાઈસ 1.50 કરોડ હતી.

રિલે મેરેડિથ

જમણા હાથનો ઝડપી ઓસ્ટ્રેલિયન બોલર રિલે મેરેડિથને પણ ઘણા પૈસા મળ્યા છે. પંજાબ કિંગ્સ ટીમે 8 કરોડ રૂપિયા તેને ટીમમાં ઉમેર્યો છે. બિગ બેશ લીગની દસમી સીઝનમાં મેરેડિથે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. હોબાર્ટ હરિકેંસ તરફથી રમતી વખતે મેરેડિથે 13 મેચોમાં 16 વિકેટ લીધી હતી. આ તેની આઈપીએલની પહેલી સિઝન રહેશે. મેરેડિથ પણ તેના દેશ માટે મેચ રમ્યો નથી. તેની પાસે આઈપીએલમાં પોતાનું નામ ચમકાવવાની તક છે. જો તે આ કરી શકે છે તો તે તેની ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી શકશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…