sports news/ ગુરનૂર બ્રારનો ટેસ્ટ ડેબ્યૂ, સિરાજ-જાડેજા ફરી બહાર; 6 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને (Gurnoor Brar)ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે, જ્યારે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)અને રવિન્દ્ર જાડેજાને સતત બીજી મેચમાં બહાર રાખવામાં આવ્યા છે

Sports
ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને (Gurnoor Brar)ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે, જ્યારે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)અને રવિન્દ્ર જાડેજાને સતત બીજી મેચમાં બહાર રાખવામાં આવ્યા છે

Sports News : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ (India vs New Zealand Test)શ્રેણીની બીજી અને અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને (Gurnoor Brar)ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે, જ્યારે મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)અને રવિન્દ્ર જાડેજાને સતત બીજી મેચમાં બહાર રાખવામાં આવ્યા છે. આ નિર્ણય સાથે સિરાજના નામે એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો છે. વર્ષ 2020માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ પહેલીવાર એવું બન્યું છે કે સિરાજ કોઈ સંપૂર્ણ વિદેશી ટેસ્ટ શ્રેણીમાં એકપણ મેચ રમી શક્યા નથી.

સિરાજના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ 

મોહમ્મદ સિરાજ માટે ન્યૂઝીલેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણી ખાસ રહી નથી. 2020માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ સિરાજે (Mohammed Siraj)અત્યાર સુધી ભારતની વિદેશી ટેસ્ટ શ્રેણીઓમાં નિયમિત રીતે સ્થાન મેળવ્યું હતું. જોકે, આ વખતે ટીમ મેનેજમેન્ટે તેમને બંને મેચમાં પ્લેઈંગ-11ની બહાર રાખ્યા છે.

આ નિર્ણયને કારણે સિરાજનો છ વર્ષનો સિલસિલો તૂટી ગયો છે. વિદેશી મેદાન પર ભારત માટે મહત્વપૂર્ણ પ્રદર્શન કરનારા આ ફાસ્ટ બોલરને આ વખતે મેદાનમાં ઉતરવાની તક મળી નથી.

43 વિકેટ લેનાર બોલરને કેમ બહાર રાખ્યો?

વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં સિરાજનું પ્રદર્શન (Siraj Test Record)નોંધપાત્ર રહ્યું છે. તેમણે 11 ટેસ્ટ મેચમાં 43 વિકેટ ઝડપી છે અને ભારતના સૌથી સફળ બોલર તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી છે. આટલા સારા પ્રદર્શન છતાં ન્યૂઝીલેન્ડ સામેની બંને ટેસ્ટમાં તેમને તક મળી નથી.

સિરાજે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધી 48 મેચ રમીને 29.63ની સરેરાશથી 144 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેમણે પાંચ વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે. ગયા વર્ષે ઓવલમાં ઇંગ્લેન્ડ સામે ભારતની છ રનની રોમાંચક જીતમાં પણ સિરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગુરનૂર બ્રારને ડેબ્યૂની તક, જાડેજા પણ બહાર

ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ફાસ્ટ બોલિંગ વિભાગમાં ફેરફાર કર્યો છે. ગુરનૂર બ્રારને (Gurnoor Brar)પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તેમની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચ છે.

બીજી તરફ, રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja)પણ સતત બીજી ટેસ્ટમાં સ્થાન મળ્યું નથી. તેમના સ્થાને વોશિંગ્ટન સુંદર પર ટીમ મેનેજમેન્ટે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફાસ્ટ બોલિંગની જવાબદારી જસપ્રીત બુમરાહ, આકાશ દીપ, અંશુલ કંબોજ અને ગુરનૂર બ્રાર (Gurnoor Brar)સંભાળી રહ્યા છે.

ભારત અને ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11

ભારતની પ્લેઈંગ-11: કે.એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર અને જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11: ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવીન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાયલ જેમિસન, મેટ હેનરી અને જેકબ ડફી.


આ પણ વાંચો: 204 રનની તોફાની ઈનિંગ જોઈ ડગઆઉટમાં શું થતું હતું? તિલક વર્માએ કર્યો ખુલાસો

આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીએ 53 બોલમાં 204 રન ફટકારી રચ્યો ઇતિહાસ, 28 છગ્ગા સાથે તોડ્યા અનેક વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો: IND vs PAK: હર્ષિત રાણાની પાકિસ્તાની બેટ્સમેનો સાથે બોલાચાલી