Sports News : ભારત અને પાકિસ્તાન (IND vs PAK)વચ્ચે ક્રિકેટ મેચ હોય અને મેદાન પર ગરમાગરમી ન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની (Asia Cup Rising Stars)ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પણ ખેલાડીઓ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. ભારતીય બોલર હર્ષિત રાણા (Harshit Rana) પાકિસ્તાની બેટ્સમેનો સાથે વારંવાર શાબ્દિક ટકરાવમાં ઉતર્યો હતો. વિકેટ લીધા બાદ અને કેચ પકડ્યા પછી પણ તેનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો.
IND vs PAK : પાકિસ્તાની બેટ્સમેનો સાથે હર્ષિત રાણાની દલીલ
પાકિસ્તાનના કેપ્ટન અબ્દુલ સમદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. શરૂઆતમાં પાકિસ્તાની ઓપનરોએ ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી. હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવની બોલિંગમાં ચોગ્ગા-છગ્ગા ફટકારતાં પાકિસ્તાને ઝડપી રન બનાવ્યા હતા. આ દરમિયાન હર્ષિત રાણા (Harshit Rana)અને પાકિસ્તાની બેટ્સમેનો (Pakistan Batters)વચ્ચે વારંવાર બોલાચાલી થઈ હતી. મામલો એટલો ગરમાયો કે અમ્પાયરે વચ્ચે પડીને ખેલાડીઓને શાંત પાડવા પડ્યા હતા.

કેચ પકડ્યા બાદ હર્ષિતે બેટ્સમેનને આપ્યો ઈશારો
પાકિસ્તાનની આક્રમક શરૂઆત વચ્ચે ભારતીય કેપ્ટન તિલક વર્માએ આયુષ બદોનીને બોલિંગ સોંપી હતી. બદોનીએ હુસૈનને આઉટ કરીને પાકિસ્તાનની પ્રથમ વિકેટ અપાવી. હુસૈને 23 બોલમાં 33 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. હર્ષિત રાણાએ (Harshit Rana)તેનો કેચ પકડ્યો હતો. કેચ પકડ્યા બાદ હર્ષિતે બેટ્સમેનને પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો અને કંઈક બોલતો પણ જોવા મળ્યો હતો.
હર્ષિત રાણાએ રોહેલ નઝીરને પણ કર્યો આઉટ
પ્રથમ વિકેટ બાદ હર્ષિત રાણાએ પાકિસ્તાનના રોહેલ નઝીરને પેવેલિયન મોકલ્યો હતો. નઝીર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને આઉટ કર્યા બાદ પણ હર્ષિતનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. જોકે, તેણે બેટ્સમેનને શું કહ્યું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
પાકિસ્તાનની ઝડપી શરૂઆત બાદ રનરેટ ધીમો પડ્યો
પાકિસ્તાને શરૂઆતની પાંચ ઓવરમાં 58 રન બનાવીને ભારતીય ટીમ પર દબાણ ઊભું કર્યું હતું. સાત ઓવર બાદ ટીમનો સ્કોર 65 રન હતો. જોકે, આઠમી ઓવરમાં પ્રથમ વિકેટ અને નવમી ઓવરમાં બીજી વિકેટ પડતાં પાકિસ્તાનની રનની ગતિ ધીમી પડી હતી. ટીમે 15 ઓવરમાં 100 રનનો આંકડો પાર કર્યો હતો, પરંતુ શરૂઆતની આક્રમકતા બાદ ભારતીય બોલરોએ વાપસી કરી હતી.
આ પણ વાંચો: ભારત Aની પહેલી મેચ ક્યારે અને કેટલા વાગ્યે? નેપાળ સામે ટકરાશે ટીમ, વૈભવ-અભિષેક પર નજર
આ પણ વાંચો: 16 ડિસેમ્બરે ગોવામાં દિવસ દરમિયાન યોજાશે હરાજી, 66 ખેલાડીઓ માટે ખાલી જગ્યા
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને, 22 નવેમ્બરે થશે મોટો મુકાબલો
